7189

ગાંધીનગર સેકટર - ૧૬ માં આવેલી સિદ્ધાર્થ લો કોલેજના વિદ્યાર્થીઓએ પોલીસને લગતા કાયદાઓ તેમજ તેમની ભૂમિકા સંદર્ભે વધુ જાણકારી મેળવવાના આશય સાથે ગાંધીનગર ડીએસપી કચેરીની મુલાકાત લીધી હતી. 
શિક્ષણના ભાગરૂપે યોજાયેલી આ મુલાકાતમાં ડીએસપી કચેરીમાં ચાલતી વિવિધ કામગીરી, સમાજમાં પોલીસની ભૂમિકા, કાયદાકીય સ્વરૂપની પોલીસ અને સમાજને લગતી કેટલીક માહિતી વગેરે જાત અનુભવે મેળવી હતી. આ અભ્યાસ ટુરમાં કોલેજના આચાર્ય દિલીપભાઈ મેવાડા તેમજ સ્ટાફ પણ જોડાઈને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.