8288

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર દ્વારા લોકભારતી ગ્રામ વિદ્યાપીઠ સણોસરા ખાતે શનિવાર તથા રવિવાર બે દિવસીય રાજયકક્ષાની પરિષદ યોજાઈ છે. આ પ્રસંગે અધ્યક્ષ સ્થાને મહારાજા કૃષ્ણકુમાર વિશ્વ વિદ્યાલય ભાવનગરના નિવૃત્ત અધ્યક્ષ ચંદ્રકાન્ત, પરિષદના નિયામક જોષી, લોકભારતીના વડા અરૂણભાઈ દવે, ગુજરાત વિશ્વ વિદ્યાલય અમદાવાદના નિવૃત્ત પ્રાધ્યાપક મુળિયા સાથે મુખ્ય ઉદ્દબોધન ભાવનગર વિશ્વ વિદ્યાલયના જયંત વ્યાસે આપ્યું હતું. જીવન ઘડતર માટેનું શિક્ષણ વિષય પરની પરિષદમાં લોકભારતી અધ્યાપન મંદિરના ભાવનાબેન પાઠક તથા વિદ્યાર્થીઓ સામેલ થયા છે.