6229

છેલ્લા બે દિવસથી શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસી રહેલ ઝરમરીયો વરસાદ અને ટાઢાબોળ પવનને લઈને વાતાવરણમાં ભારે ઠંડક છવાઈ જવા પામી છે. ચોમેર વાવાઝોડા ઓખીની ચર્ચા થઈ રહી છે. ચૂંટણીની ચર્ચા લોકોએ કોરાણે મુકી છે. સમી સાંજે જાહેર માર્ગો સુમસામ ભાસી રહ્યાં હતા. જાણે સ્વયંભુ કુદરતે સંચારબંધી લાગુ કરી હોય તેવું જણાઈ રહ્યું છે. ચૂંટણી પ્રચાર અર્થે શહેરમાં હંગામી ધોરણે ઉભા કરાયેલ મંડપ શમીયાણા વરસાદથી તરબતર થઈ જવા પામ્યા હતા. શાણા અને સમજુ નેતાઓએ ચૂંટણી પ્રચારને બ્રેક મારી હતી પરંતુ નક્કટા નેતાઓએ ઓખી સામે ચડીને પણ ચૂંટણી પ્રચાર શરૂ રાખ્યો હતો અને રેલીઓ કાઢી હતી.