6236

તમિળનાડુ અને કેરળમાં ભારે તબાહી મચાવ્યા બાદ ઓખી વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. હાલ નબળું પડેલું ઓખી વાવાઝોડુ મધ્યરાત્રિ બાદ સુરત પાસેના કાંઠામાં ત્રાટકે તેવી શક્યતા છે. હાઈએલર્ટ વચ્ચે મોટી સંખ્યામાં લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. સુરતમાં મોટી સંખ્યામાં લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી ચુક્યા છે.
 તમામ અધિકારીઓની રજા રદ કરવામાં આવી ચુકી છે. ઓખી વાવાઝોડુ નબળુ પડી રહ્યું છે આજે બપોરે ઓખી સુરતથી દરિયામાં ૩૯૦ કિલોમીટર દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ દિશામાં છે.જે આજે મધ્યરાત્રીએ સુરત પાસેના દરિયાકાંઠાના સંપર્કમાં આવે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.આ સાથે જ સાઈકલોનિકિ સ્ટ્રોમમાં પરિણમેલુ વાવાઝોડુ ડીપ ડિપ્રેશન કે ડિપ્રેશન સર્જશે.જેના પરિણઆમે ૬૦ થી ૮૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે.આ પરિસ્થિતિમાં સંભવિત તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજજ એવા વહીવટી તંત્ર દ્વારા લોકોને સલામત અને સાવચેત કરવામાં આવ્યા છે.ખાસ ઝૂંબેશ હાથ ધરીને ૧૩,૦૦૦થી વધુ બોટ સાથે માછીમારોને લાવવામા સફળતા મળી છે.આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના પણ વ્યકત કરવામા આવી છે.દરમિયાન તંત્ર દ્વારા કુલ મળીને ૮૯૦ પરિવારોના ૩,૩૬૦ લોકોને સલામત સ્થળે ખસેડવામા આવી છે આ સાથે જ એનડીઆરએફની ૬ જેટલી ટુકડી તૈનાત કરવામા આવી છે.બીજી તરફ આ વાવાઝોડાની અમદાવાદ ઉપર થનારી સંભવિત અસરને પહોંચી વળવા માટે થઈને અમદાવાદ મ્યુનિસિપલ ફાયરબ્રિગેડને એલર્ટ કરવામા આવ્યુ છે.
ઉપરાંત તમામ અધિકારીઓની રજાઓ પણ રદ કરાવામા આવી છે.ઓખીની સંભાવનાને પગલે રાજય સરકાર હાઈએલર્ટ હોવાનુ પણ રાજયના મુખ્ય સચિવ જે.એન.સિંહ.દ્વારા કહેવવામાં આવ્યું છે.આ અંગેની વિગત એવી છે કે,રાજય ઉપર તોળાઈ રહેલા ઓખી વાવાઝોડાની સંભવિત અસરોની ગંભીરતાને ધ્યાનમાં લઈને રાજયના  મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ દ્વવારા આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના સંલગ્ન તમામ જિલ્લાઓના કલેકટર અને ઉચ્ચ અધિકારીઓ સાથે વિડિયો કોન્ફરન્સ કરીને વહીવટીતંત્ર દ્વારા લેવામા આવેલા પગલાની વિગતવાર સમીક્ષા કરી હતી.તેમણે તમામ જિલ્લાઓના અધિકારીઓને એલર્ટ રહેવા તાકિદ કરી હતી.દરિયામાં ગયેલા માછીમારોને તાકિદે પરત બોલાવવા રાજય સરકાર દ્વારા ખાસ ઝૂંબેશ હાથ ધરવામાં આવી હતી.આજે બપોર સુધીમાં ૧૩,૦૦૦ થી વધુ બોટો માછીમારો સાથે પરત આવી ગઈ છે.બાકીની બોટ પણ માછીમારો સાથે સાંજ પહેલા પરત આવી જાય એવા પગલા લેવા મુખ્ય સચિવ જે.એન.સિંહ દ્વારા સુચના આપવામાં આવી છે.રાજય સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ખરીદેલી મગફળીને નુકસાન ન થાય એ માટે પણ યુધ્ધના ધોરણે પગલા લેવામાં આવ્યા છે.

ઓખી ઇફેક્ટ : મુંબઇમાં પણ ભારે વરસાદ
તમિળનાડુ અને કેરળમાં ભારે નુકસાન કર્યા બાદ ઓખી વાવાઝોડની અસર હવે ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ દેખાઇ રહી છે. દક્ષિણ ભારતમાં ભારે તબાહી મચાવી દીધા બાદ ચક્રવાતી તોફાન ઓખીની અસર મુંબઇમાં દેખાઇ રહી છે. મુંબઇમાં ગઇકાલથી ભારે વરસાદ થઇ રહ્યો છે. આજે સતત બીજા દિવસે પણ મુંબઇમાં વરસાદ જારી રહ્યો હતો. જેના કારણે સાવચેતીના પગલારૂપે સ્કુલ અને કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. વરસાદ અને તાપમાનમાં ઘટાડો થવાના કારણે માર્ગો પર દરરોજ કરતા ઓછા લોકો નિકળ્યા હતા. ટ્રેનોમાં ભારે ભીડ જોવા મળી હતી. ભારતીય હવામાન વિભાગે આગાહી કરતા કહ્યુ છે કે રાજ્ય સરકારે સિન્ધુ દુર્ગ, થાણે, રાયગઢ અને પાલઘરની સ્કુલ અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે. મધ્ય રેલવે મુંબઇ ડિવીઝન ના કહેવા મુજબ રાહત અને બચાવ કામગીરીના તમામ સાધનોને તૈયાર રાખવામાં આવ્યા છે.  જેમાં દુર્ઘટના રાહત મેડિકલ વાહનો અને જરૂરી ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. સાથે સાથે મધ્ય રેલવેના મુંબઇ ડિવીઝને કહ્યુ છે કે ૨૫૦થી વધારે રેલવે પોલીસ જવાનો અને મહારાષ્ટ્ર રાજ્ય સુર૭ા દળોને તૈયાર રાખવામાં આવ્યા છે. ભીડને કાબુમાં રાખવા માટે પણ વિવિધ પગલા લેવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્ર દરિયા કાઠાના વિસ્તારો અને મંબઇ આ ઓખી વાવાઝોડાન કારણે હાલમાં સુરક્ષિત છે. અરબી દરિયમાંથી ૧૯ માછીમારોને બચાવી લેવામાં આવ્યા છે. દરમિયાન દક્ષિણ ભારતમાં વાવાઝોડા બાદ મોટી સંખ્યામાં લોકો લાપતા થયેલા છે. મહારાષ્ટ્રમાં ખતરો ટળી ગયો છે પરંતુ સુરતની તરફ આ ઓખી વાવાઝોડાની અસર દેખાઇ રહી છે. બચાવ કામગીરીમાં હજારો જવાન ગોઠવી દેવામાં આવ્યા છે. ઓખી વાવાઝોડાની અસરને ધ્યાનમાં લઇને સેન્ટ્રલ રેલવે દ્વારા ઇમરજન્સી સેલની રચના કરવામાં આવી છે. છત્રપતિ શિવાઝી ટર્મિનસ અને કલ્યાણ ખાતે ઇમરજન્સી સેલની શરૂઆત કરવામાં આવી છે. બ્રેક ડાઉનના સાધન પણ ગોઠવી દેવામાં આવ્યા છે. વેસ્ટર્ન રેલવેના એન્જિનિયરિંગ કન્ટ્રોલને રેલવે ટ્રેક પર પાણીની સપાટીને ધ્યાનમાં રાખવા માટે એલર્ટ કરવાનો નિર્ણય કરવામા ંઆવ્યો છે. ડિઝાસ્ટર જેવી સ્થિતીને પહોંચી વળવા માટે તમામ સાવચેતીના પગલા લેવામાં આવ્યા છે. સ્કુલ, કોલેજોમાં રજાની જાહેરાત કરવામાં આવી હોવાની જાહેરાત શિક્ષણ પ્રધાન વિનોદ તાવડે દ્વારા કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાકમાં શાન્તાક્રુજમાં એક મીમી વરસાદ થયો છે. કોલાબામાં પણ એક ઇંચ વરસાદ થયો છે. મુંબઇમાં હાલમાં વરસાદ જારી રહેવાની આગાહી કરવામાં આવી છે. પ્રચંડ પવન ફુંકાય તેવી પણ શક્યતા છે.