7676

પોલીસ અધિક્ષક  પી.એલ. માલ  તથા ના.પો.અધિ. પીરોજીયા  સાહેબનાઓ એ દારૂ- જુગાર ની પ્રવુતિ નાબુદ કરવાની સુચના આપેલ હોય જે સુચના અન્વયે પી.એસ.આઇ. ટી.એસ.રીઝવી ને મળેલ બાતમી આધારે તેઓ તથા પો.હેઙકોન્સ. ટી.એમ. ગોહીલ ,  પો.કોન્સ. અમિતભાઇ મકવાણા, તથા ભગવાનભાઇ સાંબડ વિ.  પેટ્રોલીંગ માં હોય અને મળેલ બાતમી હકીકત આધારે  પચ્છેગામ  , બાપા સીતારામ મઢુલી આગળ વિમલ ગુટકા નો થેલો લઇ એક ઇસમ શંકાસ્પદ હાલત માં ઉભેલ હોય જે ચેક કતા ઇગ્લીશ દારૂ ની બોટલો હોય અને મજકુર નું નામ યશપાલસિંહ ધનશ્યામસિંહ ગોહીલ રહે. વલ્લભીપુર વાળો હોય અને  દારૂ અંગે કોઇ  પાસ- પરમીટ નહી હોય જે ઝડપયેલ  ઇગ્લીશ દારૂ ની લોર્ડસ વ્હીસ્કી ની ૭૫૦ એમ.એલ ની કંપની શીલ બોટલો   નંગ-૦૬ કિ.રૂા. ૧૮૦૦/- ગણી કબ્જે કરી મજકુર વીરૂધ્ધ પ્રોહીબીશન એકટ મુજબ ગુન્હો રજી કરી ધોરણસર અટક કરેલ છે.