7082

પાલિતાણા તાલુકાની તમામ શાળાના શિક્ષકો વચ્ચે આંતર કેન્દ્રવર્તી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ. જેનું ઉદ્દઘાટન પાલિતાણા તાલુકાના તાલુકા વિકાસ અધિકારી બાથણીના હસ્તે કરાયેલ. જેમાં મોટી પાણિયાળી કેન્દ્રવર્તીની ટીમ મોટી પાણિયાળી ઈલેવન સૌપ્રથમ શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી સામે વિજય મેળવેલ. ત્યારબાદ ભંડારિયા કેન્દ્રવર્તી સામે પણ વિજય મેળવી સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવેલ. જયાં સેમિ ફાઈનલમાં કુંભણ કેન્દ્રવર્તી સામે પણ શાનદાર વિજય મેળવી ફાઈનલમાં રનર્સઅપ રહી સમગ્ર ટીમ શાનદાર દેખાવ કરેલ. આ ટુર્નામેન્ટના અંતે રન્સ અપ રહેલ મોટી પાણિયાળી ઈલેવનની ટીમને પાલિતાણા તાલુકાના બી.આર.સી.કો હાર્દિકભાઈએ ટ્રોફી આપી  પ્રોત્સાહિત કરેલ. આ સમગ્ર ટુર્નામેન્ટનું આયોજન મહત્વની ફરજ સી.આર.સી. કો જયંતિભાઈ ચૌહાણ અને મોટી પાણિયાળી કે.વ.આચાર્ય બી.એ.વાળાએ મહત્વની જવાબદારી નિભાવી સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવેલ.