5477

ગીરીરાજની સ્વચ્છતાને લઈને આદિનાથ જૈન સેવા મંડળ બેંગ્લોર દ્વારા ઓમ શાંતિ ભવન ખાતે યાત્રિકોને ગીરીરાજની સ્વચ્છતા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા. 
પવિત્ર નગરી પાલીતાણામાં આદિનાથ જૈન સેવા મંડળ દ્વારા ઓમ શાંતિ ભવન ખાતે યાત્રિકોને મુની મહારાજે સ્વચ્છતા માટે સંકલ્પ કરાવ્યા. જેમાં પાલીતાણા આવતા યાત્રિકોએ સંકલ્પ કર્યા કે જ્યાં સુધી શાશ્વત તિર્થમાં રહીશ ત્યાં સુધી રાત્રિ ભોજન નહીં કરવા અને કંદમૂલનો ઉપયોગ ન કરવા, બ્રહ્મચર્યનું પાલન જરૂર કરવું. આ વ્રતોનું પાલન કરવાથી સો ઘણો લાભ મળે છે.
પાલીતાણા તિર્થનગરીમાં ગીરીરાજની યાત્રા કર્યા પછી શક્ય હોય તો ઉપવાસ આયબિલ, એકાસણું કરવું અથવા ભાતા ખાતા થતા ભોજન શાળામાં લાભ લેવો. બહારની વસ્તુ લારી કે હોટલના પદાર્થોના વાપરવા જ્યાં સુધી શાશ્વત તિર્થમાં રહીશ ત્યાં સુધી સ્વચ્છતા જેમ કે પ્લાસ્ટિકનો કચરો કરીશ નહીં કરવા દઈશ નહીં તેવા સંકલ્પ લેવડાવવામાં આવ્યા હતા.