4218

ગાંધીનગરમાં દબાણની સમસ્યા હલ થવાનું નામ લેતી નથી. પાટનગરમાં મનપા પાસે આ માટેની વ્યવસ્થા અને મેનપાવર હોવા છતાં કાચા દબાણ હોય કે પાકા દબાણો કોઈ પ્રકારની નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. 
મોટા અધિકારીઓ ઓફિસ બહાર નીકળીને નગરના દબાણો ત્યારે જ યાદ કરે છે કે વડાપ્રધાન કે મહાનુભાવની મુલાકાત હોય તે વખતે પણ કાચા દબાણો ફકત જે તે રસ્તા ઉપરના ટેમ્પરરરી દૂર કરીને સંતોષ માનવો પડે છે કારણ કે, સુત્રોના જણાવ્યા અનુસાર તેમના પગાર કરતાં મોટી રકમના હપ્તા આવા દબાણકર્તાઓ દ્વારા દર વર્ષે તેમને આપવામાં આવે છે. કોર્ટે પણ દબાણો અંગે સખત નારાજગી વ્યકત કરીને દૂર કરવાની હિદાયત કરી હોવા છતાં તંત્રના પેટનું  પાણી હાલતું નથી. 
ટ્રાફિક અને પાર્કીંગની સમસ્યા તેના કરતાંયે વિકરાળ છે. સેકટર - ૧૧ નો કોમર્શીયલ એરીયા કે જયાં મોટા બિલ્ડીંગોના પાર્કીંગ હોવા છતાં બહાર રોડ ઉપર પાર્કીંગ અને ગેરકાયદેસર બિલ્ડીંગોમાં બાંધકામ એ માથાના દુખાવા સમાન પ્રશ્ન છે. હવેલીની બાજુમાં એકવાર દબાણ ખાતું ત્રાટકયું હતું પરંતુ આજે ફરી પાછું તેમનું તેમ જ છે. મીલીભગતથી લોકોની પરેશાનીમાં વધારો થાય છે. 
પાટનગરમાં છેલ્લા વર્ષો દરમિયાન વાહનોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. સરકાર દ્વારા જો કે મુદ્દાને ધ્યાને રાખીને ત્રણ વર્ષ દરમિયાન વધુને વધુ સ્થળોએ ર્પાકિંગ પ્લેસ ઉભા કરવામાં આવ્યા છે. પરંતુ તેના પાછળ કરાયેલો કરોડો રૂપિયાનો ખર્ચ ર્પાકિંગ પ્લેસમાં ઉભા થઇ ગયેલા લારી-ગલ્લા સહિતના દબાણોના કારણે સંપૂર્ણ વ્યર્થ જવા સાથે સંબંધિ ટ્રફિક જામ અને અકસ્માત સર્જાવા સહિતની સમસ્યા જેમની તેમ રહી ગઇ છે. 
રાજ્યના પાટનગર યોજના વિભાગ દ્વારા રૂપિયા ૫ કરોડના જંગી ખર્ચે શહેરમાં જુદા જુદા વાણિજ્ય વિસ્તાર, સરકારી કચેરીઓ તથા શાળા કોલેજ નજીક અન્ય કોઇ શહેરમાં નથી તેવા વિશાળ અને પાકાં ર્પાકિંગ પ્લેસ બનાવવામાં આવ્યા છે. તેમાં સેક્ટર ૧૧ અને ૧૬ના કોમર્શિયલ કોમ્પલેક્સ પાસે, સેક્ટર ૨, ૧૯, ૨૧ અને ૨૨માં શોપીંગ સેન્ટર પાસે તથા એલડીઆરપી ઇન્સ્ટીટયુટ, સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ, માઉન્ટ કાર્મેલ સ્કૂલ અને ગુરૂકુલ પાસે પાર્કિ’ગ બનાવવામાં આવ્યા છે. 
છેલ્લે કલેક્ટર કચેરી અને કોર્ટ બિલ્ડિંગ વચ્ચેની કરોડો રૂપિયાની કિંતની જમીન પર ર્પાકિંગ પ્લેસ બાંધવામાં આવી છે અને તેને તો ફરતી બાજુએ લોખંડની રેલિંગ લગાવવામાં આવી છે. 
તમામ જગ્યાઓમાંથી એકાદને બાદ કરતાં વાહન ચાલકો કરતાં વધુ ઉપયોગ લારી-ગલ્લા અને પાખરણાવાળા વધુ કરે છે. તે ગરીબ માણસો અહીં રોજગારી રળે છે અને વસાહતીઓને પણ તેના વગર ચાલે તેમ નથી.
પરંતુ તેના કારણે જે કારણથી માળખાગત સુવિધાના ભાગરૂપે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તે હેતુ સંપૂર્ણપણે જળવાયો નથી. પાટનગર યોજના વિભાગ કે મહાપાલિકા તરફથી સંબંધે કોઇ પગલાં પણ ભરવામાં આવી રહ્યાં નથી.