9070

ભાવનગરના તળાજા-મહુવા હાઈવે પર સવારના સમયે સિમેન્ટ મિક્ષચર ટ્રેલર અને રાખ ભરેલા ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવરનું સ્થળ પર જ કરૂણ મોત નિપજવા પામ્યું છે. બનાવની જાણ થતા દાઠા પોલીસ ઘટનાસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાપ્ત વિગત મુજબ, તળાજા-મહુવા હાઈવે પર પસવી ગામ નજીક વહેલી સવારે અમદાવાદથી રાજુલા તરફ જઈ રહેલા રાખ ભરેલો ટ્રક નં.જીજે૧૮ એવી ૮પ૧૯ અને સિમેન્ટ મિક્ષચર ટ્રેલર નં.જીજે૪ એક્સ ૧૩૮૩ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા ટ્રક ડ્રાઈવર સલીમભાઈનું બનાવસ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. બનાવ બનતા હાઈવે પર ટ્રાફીકજામના દ્રશ્યો સર્જાયા હતા. દાઠા પોલીસ બનાવસ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી.