6232

આગામી તા.૯ ડિસેમ્બરના રોજ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની યોજાનાર ચૂંટણીમાં ફરજ બજાવનાર પોલીસ જવાનોએ આજે ભાવનગર એસ.પી. કચેરી ખાતે મતદાન કર્યુ હતું. ચૂંટણી કામગીરીમાં બંદોબસ્ત જાળવનાર પોલીસ જવાનો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે તે માટે આજે એસ.પી. કચેરી હોલ ખાતે મતદાન કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં જવાનોએ ઉત્સાહભેર મતદાન કર્યુ હતું.