4267

ગુજરાત ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અને ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીના જન્મદિનને લઈ શહેર ભાજપ યુવા મોર્ચા દ્વારા ભાજપ કાર્યાલય ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જીતુભાઈના વજન ભારોભાર રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. સર ટી. હોસ્પિટલ બ્લડ બેંક ભાવનગરના સૌજન્યથી યોજાયેલ આ રક્તદાન કેમ્પમાં એકઠુ થયેલ બ્લડ સર ટી. હોસ્પિટલને અર્પણ કરવામાં આવ્યું હતું.