7133

વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ એવા ડો. પ્રવિણ તોગડિયા આજે સવારે અમદાવાદ ખાતેથી કોઈકની સાથે રીક્ષામાં ગયા બાદ ગુમ થતા ક્રાઈમ બ્રાંચને જાણ કરાઈ હતી. ક્રાઈમ બ્રાંચે ચાર ટીમો બનાવી શોધખોળ હાથ ધરાયા બાદ ૧૧ કલાક પછી ડો. તોગડીયા અમદાવાદ કોતરપુર વોટર વર્કસ પાસેથી અર્ધ બેભાન હાલતે મળી આવતા તેમને ૧૦૮ મારફત શાહીબાગની ચંદ્રમણી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. જયાં તેમનું સુગર ઘટી જવાથી બેભાન થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ડો. તોગડિયા મળી આવતા પોલીસે અને વિહીપ કાર્યકરોએ હાશકારો અનુભવ્યો હતો. 
વિશ્વહિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યાધ્યક્ષ પ્રવીણ તોગડિયાની સોલા અને રાજસ્થાન પોલીસ દ્વારા ધરપકડ કરાઇ હોવા આક્ષેપ ફૐઁ દ્વારા કરાયો હતો. છેલ્લા સાતેક કલાકથી સિક્યોરિટી ધરાવતાં પ્રવિણ તોગડિયા લાપતાં છે, જ્યારે પોલીસનું કહેવું છે કે, અમે તેમની ધરપકડ કરી નથી. સોલા પોલીસ સ્ટેશનનના પીઆઈ જેએસ પટેલે જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસે અમારી મદદ માગી હતી. અમારો સ્ટાફ અને રાજસ્થાન પોલીસની ટીમ ધરપકડ કરવા માટે તોગડિયાના ઘરે ગયા હતા. જોકે તોડગડિયા ઘરે મળ્યા નહોતા. જેથી સોલા પોલીસ સ્ટેશનમાં નોંધ કરી રાજસ્થાન પોલીસ પરત ફરી હતી.તો બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદના મીડિયા ઈન્ચાર્જ(ઉત્તર ગુજરાત) હેમેન્દ્ર ત્રિવેદી મુજબ, પોલીસે આજે બપોરના ૧૧ વાગ્યે કાર્યાલયથી તોગડિયાની ધરપકડ કરી લીધી છે. પ્રવીણ તોગડિયાની ધરપકડના આક્ષેપ બાદ વીએચપીના કાર્યકરો હાઇવે પર ઉમટી પડ્યાં હતાં અને એસજી હાઇવે બ્લોક કરી ચક્કાજામ કર્યો. વીએચપીના કાર્યકરો મોટી સંખ્યામાં એસજી હાઇવે પર એકઠા થયા છે અને પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. પ્રવીણ તોગડિયાનું નામ રાજસ્થાનના ગંગાનગર પોલીસ સ્ટેશનમાં ૧૦ વર્ષ જુના રાયોટિંગ કેસમાં અચાનક ખોલવામાં આવ્યું છે. જેને લઈને વીએચપીએ આરોપ મુક્યો છે કે, કિન્નાખોરી રાખીને ફરીથી કેસ ખોલવામાં આવ્યો છે. રાજસ્થાન પોલીસ ૧૫ જાન્યુઆરીએ સવારે તોગડીયાને ઉઠાવીને લઈ ગઈ છે. તેમને શા માટે ઉપાડી જવામાં આવ્યા તે અંગે કોઈને કહેવામાં આવ્યું નથી. તેમને ચૂપચાપ ઉઠાવીને ક્યાં લઈ જવામાં આવ્યા છે, તે અંગે રાજસ્થાન પોલીસ કંઇ કહેવા તૈયાર નથી.  વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તોગડિયા જ્યારથી સંઘ અને ભાજપની ઈચ્છા વિરુદ્ધ જઈને ફરીવાર અધ્યક્ષ બન્યા છે ત્યારથી તેમને વૈચારિક રીતે ખતમ કરવા માટે કેટલાંક રાજકીય નેતાઓ સક્રિયતાથી યોજના ઘડી રહ્યા છે. તેમની સામે ગુજરાતમાં કેસ શરુ કરાયા છતાં તોગડીયા ઝૂક્યા ન હોવાથી રાજસ્થાન પોલીસને એક કેસમાં ડૉ. પ્રવીણ તોગડીયાની ધરપકડ કરવા માટે ગુજરાત મોકલવામાં આવી હતી. ફૐઁના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજસ્થાન પોલીસ ગુજરાતમાં આવી છે, તે સામાન્ય પ્રકારની હલચલ નથી પણ અમને શંકા છે કે, તોગડીયાનું એન્કાઉન્ટર કરવામાં આવે એવી સંભાવના છે. રાજસ્થાન પોલીસ દ્વારા ડૉ. તોગડીયાને કોઇ અજ્ઞાત સ્થળે લઇ જવામાં આવ્યા છે. તો બીજી તરફ ડૉ. પ્રવિણ તોગડીયાની અટકાયતના પગલે અમદાવાદના સોલા પોલીસ સ્ટેશને વિશ્વ કનિદૈ લાકિઅ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ એકઠા થઇ ગયા હતા. અને સોલા પોલીસ સ્ટેશનમાં પોલીસ વિરોધી નારાઓ લગાવ્યા હતા.
અમદાવાદમાં ૨૨ વર્ષ જુના ધોતિયાકાંડમાં કનિદૈ લાકિઅ વોરંટ નિકળ્યા અકિલા બાદ ડૉ તોગડીયાઓ મોદીના નામનો ઉલ્લેખ કર્યા વગર આક્ષેપ કર્યો હતો કે તેઓ રામ મંદિર અને ખેડુતોની વાત કરે છે તેના કારણે કનિદૈ લાકિઅ તેમના જુના કેસ ફરી ખુલી રહ્યા છે. અમદાવાદની ઘટના બાદ રાજસ્થાનની આ બીજી ઘટના છે, જેના કારણે રાજકિય માહોલ ગરમાયો છે.