8289

શિશુવિહાર સંસ્થા દ્વારા સ્થાપિત ભાવનગર વૃધ્ધાશ્રમના બાલમંદિરથી બાળકેળવણી સાથે જોડાયેલ પુષ્પાબહેન પ્રધાને મોંઘીબહેન બધેકા બાલમંદિરમાં ર૦ વર્ષ સુધી નિષ્ઠા અને ભક્તિથી બાળ આરછા સાધી. સાલસ સ્વભાવના, મરાઠી ભાષી પુષ્પાબહેન અને તેમનો સમગ્ર પરિવાર શિશુવિહાર સાથે જોડાયેલ રહ્યો છે. શિશુવિહારની અનેકવિધ પ્રવૃત્તિઓમાં અને શિક્ષક તાલીમ પ્રવૃત્તિમાં સીમાચિહ્ન યોગદાન આપનાર પ્ધાનનું બાળશિક્ષણ સન્માન શિશુવિહાર માટે આનંદાઈ બની રહ્યું.