9069

રોહિશાળા ગામે ગતરાત્રે યોજાયેલા આખ્યાનના ધાર્મિક કાર્યક્રમ દરમ્યાન હેલોઝન લાઈટ તુટતા તેમાંથી ફેલાયેલ ઝેરી ગેસ ગળતરના કારણે આંખોમાં ગંભીર અસર થતા પ૬ વ્યક્તિઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર બનાવ અંગે જાણવા મળેલ વિગતો અનુસાર રોહિશાળા ગામે ગતરાત્રે રામદેવપીરનું આખ્યાન યોજાયું હતું. જેમાં અઝવાળા માટે લગાવેલ હેલોઝન લાઈન તુટેલી હાલતમાં હોય જવાથી ગેસ લીકેઝ થયો હતો. આ ગેસ લોકોની આંખોમાં જતા પ૬ વ્યક્તિઓને આંખોમાં બળતર સાથેની સમસ્યા ઉદ્દભવી હતી. આ બનાવમાં બાળકો પણ ભોગ બન્યા હોય આજે સવારે બાળકો શાળાએ પરીક્ષા આપવા જતા તેમની આંખોમાંથી પાણી પડવા સહિતની ફરિયાદ કરતા શિક્ષકોએ બાળકોને ઠપકો આપ્યો હતો કે, રાત્રિના ઉજાગરા શું કામ કરો છો. દરમ્યાન બાળકો સહિત મોટાઓમાં પણ આ પ્રકારે તકલીફ જણાતા શિક્ષકોએ સરપંચ તથા તબીબોને આ અંગે જાણ કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી અને અસરગ્રસ્તોને પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ તથા ખાનગી દવાખાનાઓમાં સારવાર આપવામાં આવી હતી.

ગેસ ગળતરની ઘટનામાં ભોગ બનેલ વ્યક્તિઓ
રાહુલ ધનજીભાઈ, નિપુલભાઈ મથુરભાઈ, ધીરૂભાઈ ધરમશીભાઈ, સંજયભાઈ ગણેશભાઈ, જતીનભાઈ ગોરધનભાઈ, મહિપાલસિંહ અજીતસિંહ, મથુરભાઈ શભુંભાઈ, પ્રતાપસિંહ સુરૂભાઈ, ગોરધનભાઈ સવજીભાઈ, પ્રદિપભાઈ મથુરભાઈ, દીપ ધીરૂભાઈ, રોનક ધીરૂભાઈ, મનિષ સુરેશભાઈ, નીતિનભાઈ શંભુભાઈ, વૈભવ ધનજીભાઈ, પ્રતિક મનજીભાઈ, ગોપાલ છગનભાઈ, જલ્પા હિંમતભાઈ, સુહાની નિકુલભાઈ, દર્શન નિકુલભાઈ, રાહુલ રાણાભાઈ, દિલીપ લાખાભાઈ, વૈભવ મુકેશભાઈ, હિતેષભાઈ બાવચંદભાઈ, રાજુભાઈ ભવાનભાઈ, ચંદ્રસિંહ સુરૂભા, જયવીરસિંહ હરપાલસિંહ, ગોપાલભાઈ માધાભાઈ, ધ્રુવ પ્રેમભાઈ, જતીન મનજીભાઈ, મોહનભાઈ રાઘવભાઈ, પાર્થરાજસિંહ મયુરસિંહ, વર્ષાબેન લાખાભાઈ, રાઘવભાઈ રણછોડભાઈ, વિરેન્દ્રસિંહ પથુભા, નાગજીભાઈ ખોડાભાઈ, રાજેન્દ્રસિંહ પથુભા, ભગીરથસિંહ પથુભા, લાખાભાઈ બીજલભાઈ, પુનાભાઈ કરમશીભાઈ, કિરપાલસિંહ સુરપાલસિંહ, પિયુષભાઈ ભરતભાઈ, રાહુલભાઈ ભાવેશભાઈ, પ્રદિપભાઈ જીવાભાઈ, ચેતનભાઈ ઉત્તમભાઈ, ભાવેશભાઈ ગણેશભાઈ, ઘનશ્યામભાઈ રમેશભાઈ, ચિરાગભાઈ જીવનભાઈ, હરજીભાઈ બુધાભાઈ, દિપકભાઈ પુનાભાઈ