હઝરત આદમ (અલય્હિસ્સલામ)ને તર્કે અવલાથી જે તકલીફો ઉપાડવી પડી જેનું વર્ણન ઉપર થઇ ગયું છે એ જ કારણથી આપ બહુ જ રડ્યા કરતા હતા છેવટે પંજેતનનો વાસ્તો આપી નજાત મેળવી. હઝરત ઈમામ જઅફર સાદિક (અલય્હિસ્સલામ)એ ફરમાવ્યું કે પાંચ વ્યક્તિઓ ખૂબ જ રૂદન કરનાર હતી. (૧) હઝરત આદમ (અલય્હિસ્સલામ) (૨) હઝરત યઅકુબ (અલય્હિસ્સલામ) (૩) હઝરત યુસુફ (અલય્હિસ્સલામ) (૪) જનાબે ફાતેમા (સલામુલ્લાહે અલય્હા) (૫) હઝરત ઈમામ ઝયનુલ આબેદીન (અલય્હિસ્સલામ), હઝરત આદમ (અલય્હિસ્સલામ) જન્નતની જુદાઈ અને જનાબે હવ્વાના ફિરાકમાં રડતા હતા આપ એટલું રડતા કે ગાલો પર ખાડા પડી ગયા હતા.


વધુ વાંચો

"આગાહ રહો કે તમારી વચ્ચે લોહી વહાવતી લડાઈઓ લડાઈ ચુકી છે અને તેમાં ઘણા માણસ મરાયા છે. કેટલાક સિફફીનમાં મરાયા જેના પર આજ દિન સુધી તમે આસું વહાવી રહ્યા છો અને કેટલાક નહેરવાનમાં કપાયા છે જેનો બદલો માગી રહ્યા છો. હવે જો તમે અત્યારે મૌત પર રાજી હો તો આ સુલેહના કહેણને ના મંજુર રાખવામાં આવે અને તેમના સામે અલ્લાહના ભરોસે તલવાર પર ફેંસલો કરીએ અને જો જાનને અઝીઝ રાખતા હો તો એને કબુલ કરીએ અને તમારી મરજી પ્રમાણે કરીએ.
જવાબમાં લોકોએ ચારે તરફથી સદા બલંદ કરી કે અમે જિંદગી ચાહીએ છીએ, જિંદગી ચાહીએ છીએ. આપ સુલેહ કરી લો. પરિણામે આપે સુલેહની શરતો ઘડીને હરીફ પાસે મોકલી દીધી.  (તરજુમા ઈબ્ને ખલદુન)
*ઇન્સાનીયત ના બાપ હજ઼રત એ આદમ અલય્હીસ્સલામ*


વધુ વાંચો

હરીફે એક મોટી સેના ઈરાક પર હુમલો કરવા માટે મોકલી દીધી. હુમલો કરવા માટે સેના દુર સુધી ઈરાકની અંદર આવી એટલે હઝરતે પણ પોતાની સેનાને એના સામે ગતિમાન કરી અને હજર બિન અદીને થોડીક સેના આપીને આગળ વધવાનો હુકમ કર્યો. આપની સેનામાં ભીડ તો સારી એવી જણાઈ રહી હતી પણ સરદારો જેમનું કામ સેનાનીઓને લડવાનું છે એમાંના કેટલાક તો વેચાઈ ચુક્યા હતા અને કેટલાક પોતાની સલામતીની ચિંતામાં પરોવાઈ ગયા હતા. હઝરત અલી અલય્હિસ્સલામની શહાદથી મિત્રોના હોંસલા પસ્ત થઈ ગયા અને દુશ્મનોની હિમ્મત વધી ગઈ.


વધુ વાંચો

ઈમામે હસન અલય્હિસ્સલામ અકસર પોતાનો બધો માલ અલ્લાહની રાહમાં તકસીમ કરી દેતા, ક્યારેક અર્ધો માલ તકસીમ કરતા હતા.
એક વ્યક્તિએ ઈમામ હસન અલય્હિસ્સલામ પાસે આવીને સવાલ કર્યો કે કઈક આપો. હજી એનો દસ્તે સવાલ લંબાયો ત્યાં તો આપે તેને પચાસ હજાર દિરહમ અને પાંચસો અશરફીઓ આપી દીધી અને ફરમાવ્યું મજુર લાવીને તેને ઉઠાવી લઈ જા અને પછી આપે મજુરની મજુરીમાં પોતાનો ચુગો (ઝભ્ભો) બખ્શી દીધો. 
એક વાર આપે એક સાઈલને ખુદા પાસે દોઆ કરતો સાંભળ્યો કે, ખુદાયા મને દસ હજાર દિરહમ અતા ફરમાવ, આપે ઘરે પહોંચીને અલ્લાહ પાસે સાઈલે તલબ કરેલી રકમ તેને મોકલાવી દીધી. આપથી કોઈએ પુછયું કે આપ તો ફાકા કરો છો પણ સાઈલને ખાલી હાથે પાછો નથી ફેરવતા. આપે ફરમાવ્યું, હું ખુદાથી માગનારો છું. એણે મને દેવાની આદત પાડી રાખી છે અને મેં લોકોને દેવાની આદત પાડી રાખી છે. ક્યાંક હું ડરૂં છું કે, હું મારી આદત બદલી નાખું તો ખુદા ક્યાંક એની આદત ન બદલી નાખે અને મહરૂમ ન કરી દે.


વધુ વાંચો

હઝરત ઈમામ મોહમ્મદ બાકીર અલય્હિસ્સલામથી મનકુલ છે કે એક વાર લોકોએ એક માણસને હાથમાં લોહીથી ખરડાએલી છરી લઈને ઉભેલો અને તેની પાસે એક મરેલો માણસ પડેલો જોયો. જયારે એને પુછવામાં આવ્યું કે તે એનું ખુન કર્યું છે ? તો એણે હકારમાં જવાબ આપ્યો. લોકો તેને માણસની લાશ સાથે જ અમીરૂલ મોઅમેનીન અલય્હિસ્સલામની ખિદમતમાં લઈ ગયા. રસ્તામાં એક માણસ દોડતો આવીને તેમને મળ્યો અને કહ્યું ખુન આ માણસે નહિ પણ મેં કર્યું છે. લોકોએ એને પણ સાથે લઈ લીધો. પછી બધા આપની પાસે આવ્યા અને આખો કિસ્સો કહ્યો. આપે જે માણસે પહેલા ખૂન કર્યું હોવાનો ઈકરાર કર્યો હતો તેને પુછયું. જયારે તેં ખૂન કર્યું ન હોતું તો તને પહેલીવાર પૂછવામાં આવ્યું ત્યારે તે કેમ કહ્યું કે મેં ખૂન કર્યું એણે જવાબમાં કહ્યું કે મવલા હું કસ્સાબ છું હું બકરી હલાલ કરી રહ્યો હતો તે વખતે મને પેશાબની હાજત થતાં જે સ્થળે મકતુલ પડેલો હતો ત્યાં ગયો. હું ત્યાંથી આગળ નીકળી જાઉં ત્યાં તો લોકો ત્યાં આવી ગયા.


વધુ વાંચો

હ. અબુ બકર પાસે એક માણસ મસઅલો પુછવા આવ્યો, એણે કહ્યું કે અહરામની હાલતમાં શુતરમુર્ગના થોડાક ઈંડા મારાથી ભુલમાં ખવાઈ ગયા છે. બતાવો કે મારા પર કેટલો કફફારો વાજીબ છે. તેઓ જવાબ આપી શક્યા નહિ. પણ એટલું કહ્યું કે આને અબ્દુર્રહમાન બિન ઔફ પાસે લઈ જાઓ, પેલાએ ત્યાં પોતાનો મસઅલો દોહરાવ્યો. એ પણ ચુપ થઈ ગયા અને કહ્યું એનો હલ તો હઝરત અલી અલય્હિસ્સલામ જ કરી શકે છે. પછી મસઅલો પુછનારને હઝરત અલી અલય્હિસ્સલામની સેવામાં લઈ જવામાં આવ્યો. આપે મસઅલો પુછનારને કહ્યું, જા સામે જે મારા બે બચ્ચા રમી રહ્યા છે તેનાથી પુછી લે. મસઅલો પુછનાર ઈમામે હસન અલય્હિસ્સલામ તરફ મોતવજ્જેહ થયો અને મસઅલો દોહરાવ્યો.


વધુ વાંચો

હઝરતે ઈરશાદ ફરમાવ્યું હસન અને હુસૈન બેહિશ્તના જવાનોના સરદાર છે અને તેમના વાલિદે બુઝુર્ગવાર એટલે હઝરત અલી અલય્હિસ્સલામે બંનેથી બહેતર છે. જનાબે હોઝેફએ યમાનીનું બાયન છે કે મે આં હઝરત સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમને એક દિવસ બહુ જ ખુશ થએલા જોઈને અરજ કરી. મૌલા આપ આજે ઘણા પ્રસન્ન જણાઓ છો તેનું કંઈ ખાસ કારણ છે ? ઈરશાદ ફરમાવ્યું મને જીબ્રઈલે એ બશારત આપી છે કે મારા બંને ફરઝંદ હસન અને હુસૈન જન્નતના જવાનોના સરદાર અને તેમના વાલિદ અલી ઈબ્ને અબી તાલિબ એમનાથી પણ બહેતર છે.


વધુ વાંચો

 જયારે ઈમામે હસન અલય્હિસ્સલામની વિલાદત થઈ અને આપને હઝરતની સેવામાં લાવવામાં આવ્યા તો રસુલે કરીમ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમને અનહદ ખુશી થઈ. આપે આપની ઝબાને અકદસ એમના દહને મુબારકમાં આપી, બાળકને પોતાના ખોળામાં લઈ પ્યાર કર્યો, જમણા કાનમાં અઝાન અને ડાબા કાનમાં એકામત ફરમાવી અને ત્યાર બાદ બાળકના મોંઢામાં પોતાની જીભ દઈ દીધી. ઈમામે હસન અલય્હિસ્સલામ તેને ચુસવા લાગ્યા, પછી આપે દોઆ ફરમાવી કે ખુદાયા એને અને એની ઔલાદને તું તારી પનાહમાં રાખજે. કેટલાક લોકોનું કહેવું છે કે ઈમામે હસન અલય્હિસ્સલામને દહને રસુલ સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમનો લોઆબ ચુસવાનો મોકો ઓછો અને ઈમામ હુસૈન અલય્હિસ્સલામને વધારે મોકો મળ્યો હતો. એટલે નસલ હુસૈન અલય્હિસ્સલામાં મુન્તકિલ થઈ ગઈ.
આપની વિલાદતના સાતમા દિવસે હઝરતે ખુદ પોતાના દસ્તે મુબારકથી અકીકો ફરમાવ્યો અને સરના વાળ મુંડાવીને તેના વજન બરાબર ચાંદીનો સદકો કર્યો. આપના અકીકામાં દુમ્બો ઝબ્હ કરવામાં આવ્યો હતો.


વધુ વાંચો

 ઈમામે હુસૈન અ.સ ના જયેષ્ઠ બંધુ  મોટા ભાઈ 
૧૫ રમજાન જેમનો જન્મદિન(અવતરણ) છે 
હઝરત હસન અલય્હિસ્સલામ પિતાઃહઝરત અલી ઇબ્ને અબુ તાલિબ 
માતાઃખાતુને જન્નત બીબી ફાતેમા ઝહરા સલામુલ્લાહે અલય્હા દાદાઃહઝરત અબુ તાલિબ ઇબ્ને અબ્દુલ મુત્તલીબ દાદીઃબીબી ફાતેમા બિન્તે અસદ નાનાઃહઝરત મોહમ્મદ મુસ્તુફા સલ્લલ્લાહો અલય્હે વ આલેહી વસલ્લમ
નાનીઃબીબી ખદીજતુલ કુબરા બિન્તે ખોવૈલદ લકબઃમુજતબા, તકી, ઝકી, સિબ્તે અકબર, તય્યબ, હુજજત, ઈમામે મઅસુમ 
કુન્નિયતઃઅબુમોહમ્મદ, અબુલ કાસિમ 
જન્મઃમંગળવાર તારીખ ૧૫ રમઝાન, હિજરી સન  ૩ 
જન્મ સ્થળઃમદિના એ મુનવ્વરા
વફાત :ગુરૂવાર તારીખ ૨૮ માહે સફર, હિજરી સન  ૫૦ 
દફન સ્થળઃમદિના એ મુનવ્વરા, જન્નતુલ બકીઅના કબ્રસ્તાનમાં
વયઃ૪૭ વર્ષ
ઔલાદઃ (દીકરા) ઝયદ, હસને મુસન્ના, ઉમરૂ, કાસિમ, અબ્દુર્રહમાન, અબ્દુલ્લાહ, હુસૈનેઅસરમ, તલહા. 


વધુ વાંચો

અનસ ઇબ્ને મલિક ર.અ થી રિવાયત છે કે હઝરત રસૂલેખુદા (સ.અ.વ.)એ ફરમાવ્યું, જયારે હું શબે મેઅરાજ આસમાનની સેર કરતો હતો. ત્યારે એક ફરિશ્તાને નૂરના મિમ્બર પર બેઠેલ જોયો. તેની આજુબાજુ ઘણાબધા ફરિશ્તાઓ હતા.
મેં જિબ્રઇલને પૂછ્યું, “આ ફરિશ્તો કોણ છે ?” જિબ્રઈલે જવાબ આપ્યો, “તેની નજદીક જઈ સલામ કરો.” મેં નજદીક જઈને સલામ કરી જોયું કે મારા ભાઈ અલી ઇબ્ને અબી તાલિબ છે.
મેં જિબ્રઇલને સવાલ કર્યો કે, “શું અલી મારા કરતા પહેલા ચોથા આસમાન પર પહોંચી ગયા ?” જિબ્રઈલે જવાબ આપ્યો, “ન અય મોહમ્મદ (સ.અ.વ.) ! ફરિશ્તાઓની અલી (અ.સ.)ની પ્રત્યે મોહબ્બતના કારણે અલ્લાહે આ ફરિશ્તાને નૂરથી અલી (અ.સ.) જેવી સૂરતમાં બનાવ્યો. ફરિશ્તાઓ દર જુમેરાત અને જુમ્આના દિવસે હજાર હજાર વખત તેની ઝિયારત કરે છે. અને તસ્બીહો તકદીસ કરે છે. જેનો સવાબ અલી (અ.સ.)ના દોસ્તોને હદીયો કરે છે.” (નફીસુલ કતરા)


વધુ વાંચો

Pages