6886

સાવરકુંડલા તાલુકાના બાઢડા ધામે સમર્થ સંત શિરોમણી હરીરામબાપુની (જગ્યા આશ્રમે) સંત શિરોમણી બ્રહ્મલીન સંત ભીખારામબાપુ ગુરૂ રામદાસબાપુની ૩૧મી નિવાસણબાપુ દ્વારા સમાધી પૂજન સાથે અખંડ ભજન દ્વારા સંતવાણી કાર્યક્રમનું ભજન આરાધકો કાઠી દરબાર બાવીસી બરવાળાના જયરાજભાઈ વાળા, ભગુદાન ગઢવી ભંગુર, ધ્રુવદાસબાપુ ભંડારીયા, પુશ્કર દુધરેજીયા બાઢડા, સંચાલક માધવભાઈ રબારી દ્વારા કરાયું તેમજ બંસીદાસબાપુ દ્વારા બપોરે અને રાત્રે ભોજન મહાપ્રસાદનું આયોજન કરાયું. જેમાં સંતો-મહંતોની હાજરીમાં લવજીબાપુ નેસડી ખોડીયાર આશ્રમ, સનાબાપુ રણજીત આશ્રમ ભંડારિયા તેમજ ચમેલીગીરીબાપુ આશ્રમના મહંત તેમજ અનેક સંતો-મહંતો તેમજ બાબરીયાવાડથી ગોદડીયા પરિવારના સેવકગણ નાગેશ્રી દરબાર ભોળાભાઈ વરૂ, મહેશભાઈ વરૂ, રાજુભાઈ વરૂ તથા અમરૂભાઈ બારોટ સહિત બહોળી સંખ્યામાં સેવકગણ ઉપસ્થિત રહેલ.