8335

રાજુલા જાફરાબાદ તાલુકાઓમાં ધોરણ ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષાનો થયો પ્રારંભ જિલ્લા શિક્ષણ અધિકારી અમરેલીના માર્ગદર્શન અને સાવરકુંડલા જોનની પરીક્ષા કેન્દ્રોમાં શાંતીપુર્ણ માહોલ ૩પ૦૦ જેટલા વિદ્યાર્થી ભાઈ-બહેનો ધોરણ ૧૦ અને ૧ર બોર્ડની પરીક્ષાનો આરંભ કરતા શાળાના ગેટ ઉપર રાજકીય આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને તિલક કરી મો મીઠા કરાવ્યા વિદ્યાર્થીઓ પ્રભાવીત થઈ વિવિધ કેન્દ્રોમાં શાંતિપુર્ણ પરીક્ષા માટે બેસી પરીક્ષાનો આરંભ કરેલ જેમાં કેન્દ્રોમાં સીસીટીવી કેમેરામાં કેદ થવા હોવાથી આજ દિન સુધી ચોરીના બનાવો બનવા પામ્યા ન હતાં. જયારે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત માટે રાજુલા પી.આઈ. યુ.ડી. જાડેજા, પી.એસ.આઈ. ગોહિલ, જાફરાબાદના પી.આઈ. ચનુરા, પી.એસ.આઈ. વરૂ તેમજ દિપકા વીદ્યાપીઠ કેન્દ્રમા પી.એસ.આઈ. ગોહિલ દ્વારા કંડક બંદોબસ્ત ગોઠવેલ જયારે સુપરવાઈઝર આચાર્ય જોરૂભાઈ ખાચર ગર્લ હાઈસ્કુલ રાજુલા તથા આચાર્ય ડી.એ. પંપાણીયા રાજુલા આચાર્ય રામાનંદી જાફરાબાદ, દેવકા વિદ્યાપીઠમાં ઉપાધ્યાય એમ લકુલીશમાં પરેશભાઈ વેકરીયા રહેલ છે. આ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાના પ્રારંભે પરીક્ષા કેન્દ્રના ગેટ ઉપર જાફરાબાદ તાલુકા પંચાયત પ્રમુખ કરણભાઈ બારૈયા, ચેતનભાઈ શિયાળ તેમજ માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ તેમજ રાજુલામાં કોંગ્રેસ શહેર પ્રમુખ અને નગરપાલ્કા ઉપપ્રમુખ છત્રજીતભાઈ ધાખડા  તેમજ ધારાસભ્ય અંબરીષભાઈ ડેર, શાળાના ટ્રસ્ટી બીપીનભાઈ લહેરી, ડો. મછડીયા, ઘનશ્યામભાઈ વાધ, જયેશભાઈ દવે ઘનશ્યામભાઈ લાખણોત્રા, ભરતભાઈ સાવલીયા ડુંગર શાળાના આચાર્ય જોરૂભાઈ વરૂ, અમરૂભાઈ ધાખડા તેમજ નગરપાલિકા તરફથી દરેક વિદ્યાર્થીભાઈ બહેનોને ચોકલેટ બોલપેનો આપી અંતરથી શુભેચ્છા પાઠવેલ.