7244

રાજુલા ખાતે કોળી સમાજ આયોજીત વિર માંધાતા પ્રાગટ્યોત્સવ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર ઘોડા, રથ, બગી, સુશોભિત વાહનો ભગવી ધ્વજાઓ સાથે માંધાતા ગ્રુપ પ્રમુખ બીપીનભાઈ તથા ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી દ્વારા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે.
આજે રાજુલા કોટેશ્વર મંદિર પાસેથી કોળી સમાજ આયોજીત વિર માંધાતા પ્રાગટ્યોત્સવ નિમિત્તે શહેરના રાજમાર્ગો પર માંધાતા ગ્રુપના પ્રમુખ બીપીનભાઈ બાંભણીયા (રાજુલા), કિશોરભાઈ (પ્રમુખ જાફરાબાદ), ભાવેશભાઈ હીરાભાઈ સોલંકી તેમજ બાબરકોટ માંધાતા ગ્રુપ, ખાંભા માંધાતા ગ્રુપ, બગસરા માંધાતા ગ્રુપ તેમજ શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોળી સમાજ અગ્રણીઓ રણછોડભાઈ મકવાણા, કમલેશભાઈ પરમાર, બીજલભાઈ ગુજરીયા, દેવશીભાઈ બાંભણીયા, વિપુલ સોલંકી તેમજ તાલુકાના કોળી સમાજ અગ્રણી ગૌતમ ગુજરીયા ભેરાઈ, ભાવેશભાઈ ગુજરીયા, સંજયભાઈ બાંભણીયા સહિત ઉપસ્થિત રહી માજી ધારાસભ્ય હીરાભાઈ સોલંકી, ચેતનભાઈ શિયાળ, કમલેશભાઈ મકવાણા સહિતે શુભેચ્છા પાઠવી છે.