7669

જાફરાબાદના વઢેરામાં ફરજ બજાવતા ત.ક. મંત્રી સાધુ માધવદાજી બાપુ ગોંડલીયાના માતુશ્રી ભાનુમાનો વૈદિક રીતે ભંડારોનું આયોજન થયું. જેમાં પૂ.મોરારીબાપુ ડાભાળી ગામે પોતાના વૈશ્નવ સાધુ સમાજની પરંપરા મુજબ ધારી તાલુકાના ડાભાળી ભંડારામાં ઉપસ્થિત રહેતા ભંડારામાં અન્ય સાધુ સમાજમાં નથુરામબાપુ જે વિરરામવાળા વખતમાં ડોહા પટેલની વાતમાં આઈ રાધામા જે નથુરામ બાપુના છોરૂના જગ્યાના મહંત હાલ લક્ષ્મણદાસબાપુનું ચરણ પાદુકા પૂજન કરેલ તેમજ મહુવા પંથકના અખેગઢ મંડળના મહંત પ્રખર રામાયણી વસંતબાપુ હરીયાણી, પ્રવિણબાપુ, મહંત ગંગારામબાપુ, કાલાવડ મંડળ તેમજ અનેક નામાધારી સંતો મહંતોની ઉપસ્થિતિમાં સંતવાણી કાર્યક્રમ યોજાયો. જેમાં ભજનિક ગોવિંદરામ ગોંડલીયા, અરવિંદબાપુ દુધરેજીયા રૂપાવટીવાળા, પ્રકાશબાપુ મેસવાણીયા, સંદીપ પ્રજાપતિ, ગોપાલ ગોંડલીયા, સુરત તેમજ સંતવાણી કલાકાર જનકભાઈ ગોંડલીયાએ ભજનસંધ્યામાં હજારો શ્રોતાજનોને મંત્રમુગ્ધ કરી દીધેલ તેમજ પૂજ્ય મોરારીબાપુએ તેના પ્રવચન ધર્મસભામાં સૌને કહેલ કે દરેક વ્યક્તિઓએ પ્રથમ સંત શરણ લીધા પછી જ ઈશ્વરના દ્વાર ખુલે છે તેવો સંતનો મહિમા વર્ણવ્યો હતો તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા ધારી તાલુકા સાધુ સમાજ પ્રમુખ રામદાસબાપુ ગોંડલીયા, ઉપપ્રમુખ રમણીકભાઈ, મહુવા મંડળના પ્રમુખ નાનુરામ ગોંડલીયા, ચીખલી મહંત અનુબાપુ હરીયાણી તથા નાનુરામબાપુએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરેલ.