5701

મહાસતી પદ્માવતી ઉપર સંજય લીલા ભણસાળીની રાજપૂત તથા કાઠી ક્ષત્રિય સમાજ મળી દેશભરમાં ઉગ્ર વિરોધથી ક્યાય તે કાલ્પનિક ફિલ્મ રીલીઝ થવા ન દેવા બાબરીયાવાડના કાઠી ક્ષત્રિયો, ગોહિલ રાજપૂતો, રાજસ્થાન સુધીના કરણી સેના દ્વારા રેલી, ઉગ્ર આંદોલન અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
પદ્માવતી મહારાણી ઉપર રાજપૂત સમાજ કાઠી ક્ષત્રિય સમાજને કલંક સમાન કાલ્પનિક ફિલ્મ રૂપિયા કમાવવા અને સમસ્ત રાજપૂત અને કાઠી દરબારો એક થઈ બાબરીયાવાડ કાઠી દરબારો અને સાળવા ચોવીસી પસવાળાથી ઉના સુધીના ગોહિલ દરબારોના પ્રતિનિધિ માનસંગભાઈ તેમજ કરણી સેનાના જાડેજા, ઝાલા, ગોહિલ, ચુડાસમા, પરમાર, મોરી, રાયજાદા જેટલી અટકના રાજપૂતો સાથે કાઠી દરબારોમાં ટેકા સાથે એક સાથે મળી સુરત ખાતે જબરદસ્ત રેલી, મહાસભા અને આવેદનપત્રમાં ઉગ્ર વિરોધ એવો દર્શાવાયો કે, રાજપૂત અને કાઠી દરબારો માથે ઘાઉં છે માટે કરણી સેના, સુર્યસેના મળી ભારતભરમાં ક્યાય આ ખોટુ ફિલ્મ રીલીઝ થવા નહીં દઈએ.ટુંક સમયમાં બાબરીયાવાડ કાઠી ક્ષત્રિય અને રાજપૂત સમાજ મળી ઉગ્ર વિરોધ કરવા આવેદનપત્રની તૈયારીઓ કરી રહ્યાં છે તેમ સુર્ય સેનાના તખુભાઈ, યુવરાજભાઈ અને રોહીસાના વાળા રાજપૂત મહેન્દ્રસિંહે જણાવાયું હતું.