4966

રાજુલા નગરલિકાના તમામ કર્મચારીઓ દ્વારા ગુજરાતભરની નગરપાલિકાઓ સાથે રાજુલા નગરપાલિકાના કર્મચારીઓ ૭માં પગારપંચની માંગ સાથે આંદોલનનો રાજુલા નગરપાલિકાના તમામ કર્મચારીગણ પોતાના હક્કો માટે ગુજરાતભરની નગરપાલિકા સહિત આજથી આંદોલનનો નગારે ઘા કરાયો. જેમાં તેની મુખ્ય માંગ ૭મા પગારપંચ રાજ્ય સરકાર જ્યાં સુધી મંજુર નહીં કરે તો વિવિધ પ્રકારે સરકારની આંખ ખોલવા આંદોલન જારી રહેશે. ઉપરાંત નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ ધાખડા, ચેરમેન દિલીપભાઈ જોશી, શિક્ષણ ચેરમેન મહેન્દ્રભાઈ ધાખડા, સામાજીક કાર્યકર રણછોડભાઈ મકવાણા સહિત ચીફ ઓફિસર રાકેશ પરીખ દ્વારા રાજ્ય સરકારને પણ તમામ કર્મચારીઓની માંગ વિશે રજૂઆત કરી હતી.