3198

રાજુલાની મહાકાય રીલાયન્સ ડિફેન્સે રાજુલાના પ૦૦ અને જાફરાબાદના ૧પ૦ લાયકાત ધરાવતા યુવાનોના ઈન્ટરવ્યુ, રીઝયુમ લેવાયા. તેમાં સિન્ટેક્સવાળી થશે કે ખરેખર સ્થાનિકોને કાયમી નોકરી અપાશે?
રાજુલાની મહાકાય રીલાયન્સ ડિફેન્સ કંપનીના તાયફા કરી સ્થાનિકોને ઉલ્લુ બનાવી અન્ય તાલુકા જિલ્લામાં ભરતી મેળા કરતા સ્થાનિક યુવાનો માટે મેદાન ઉતર્યા. ભેરાઈ સરપંચ બાઉભાઈ રામ, રામપરા (ર)ના આગેવાન સાર્દુળભાઈ વાઘ તેમજ બારપટોળીના દેવાતભાઈ વાઘ દ્વારા લેખીતમાં રીલાયન્સના ખોટા તાયફા બંધ કરો અને સ્થાનિક લાયકાત ધરાવતા યુવાનોને કાયમી નોકરી પર રાખી લ્યો તેવી રજૂઆત કરેલ. આ બાબતે રીલાયન્સ સ્થાનિક લેવલે યુવાનો માટે હરકતમાં આવતા આજે રાજુલાની આઈટીઆઈ ખાતે કંપનીમાંથી આવેલ ચીરાગભાઈ ઓઝા, ધીરજ ચૌહાણ, ગૌરવ પંડયા, જાલ મોઢ, ભરત જોબનપુત્રા, કષ્યપ ત્રિવેદી, લાલજી દેસાઈ, શિશુપાલ ગોહિલ, હિરેન ઠુમ્મર, શુભમ શાહ સહિત અધિકારીઓ તેમજ આરટીઆઈના એ.આર. કોરડીયા, એ.આર. જીંજાળા અને એચ.વી. રામાણી હાજર રહેલ. કંપનીના અધિકારી ચિરાગભાઈ ઓઝાએ જણાવેલ કે પ૦૦ના રીઝયુમ લેવાયા પણ નોકરી માટે રપ૦ યુવાનો સિલેક્ટ થશે જેની ટ્રેનીંગ કંપનીમાં લેવાશે.