4690

ભાવનગર રાજકોટ હાઈવે પર રામધરી ગામ પાસે ટોરસ ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું મોત નીપજ્યા પામ્યુ હતું.
પ્રાપ્ત વિગત મુજબ ભાવનગર-રાજકોટ હાઈવે રોડ પર ગઢુલા ગામે રહેતા વિક્રમભાઈ લાલજીભાઈ ગોહિલ અને વિશાળભાઈ પ્રવિણભાઈ ગોહિલ બાઈક નં.જી.જે.૧૪ એલ ૫૦ ૫૦ લઈ પુરપાટ ઝડપે આવી રહેલ ટોરસ ટ્રક નં. જી.જે.૧૨ ઝેડ ૩૫૬૯ના ચાલકે બાઈક સાથે અકસ્માત કરતાં વિક્રમભાઈ ગોહિલને અને વિશાલભાઈને ગંભીર ઈજાઓ થતા વિક્રમભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યાં પામ્યુ હતું જ્યારે વિશાળભાઈને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા બનાવ અંગે સિહોર પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.