3719

રિલાયન્સ જ્વેલ્સે ૨૦૦૭ થી પોતાની શરૂઆતથી જ પોતાના ગ્રાહકોને આશ્ચર્યજનક ડિઝાઇન્સની એક વિશાળ શ્રેણીના માધ્યમથી લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું છે. ૧૦ વર્ષોથી પોતાના આ યાત્રા દરમ્યાન રિલાયન્સ જ્વેલ્સે પ્રત્યેક વિશેષ અવસર માટે પોતાના અદ્વિતીય સંગ્રહની સાથે સફળતાપૂર્વક સંપૂર્ણ ભારતના ગ્રાહકો સુધી પોતાના પહોંચ બનાવી છે. રિલાયન્સ જ્વેલ્સ દ્વારા આભૂષણની સાથે અભિનવ કામગીરી કરવામાં આવી છે અને પ્રત્યેક નવા સંગ્રહના માધ્યમથી ભારતભરના સંપૂર્ણ ગ્રાહકોના દિલ જીત્યા છે. 
બ્રાન્ડ્‌સની ૧૦મી વર્ષગાંઠની પૂર્વ સંધ્યા પર પ્રત્યેક ખરીદનાર કોઇ ભારે ખર્ચ વગર પોતાના સ્વયંના હીરાના સપનાને સાચા બનાવવાની તક મેળવે છે. રિલાયન્સ જ્વેલ્સ ભારતભરમાં પોતાના શોરૂમ પર માત્ર ૧૦,૦૦૦ રૂપિયાની કિંમત પર એક પેંડેન્ટ અને ઇયરિંગ્સનો એક વિશેષ ડાયમંડ સેટ લૉન્ચ કરવા જઇ રહ્યા છે. 
રિલાયન્સ જ્વેલ્સના પ્રવક્તા અને સીઇઓ  સનિલ નાયકે કહ્યું કે,  આ જોઇને અમને ખુશી થાય છે કે કંપની કેવીરીતે હંમેશા નવી ઊંચાઇઓને આંબી રહી છે. રિલાયન્સ જ્વેલ્સ હંંમેશા પોતાના ગ્રાહકો માટે ખૂબ જ વાજબી દરો પર સ્વયંના ગુણવત્તાપૂર્ણ અને અદ્વિતીય આભૂષણો ખરીદવાના અવસર લઇને આવે છે.  
આ વર્ષગાંઠ પર રિલાયન્સ જ્વેલ્સ સુંદર કહાણીઓના માધ્યમથી આ વર્ષની પોતાના યાત્રાને વ્યક્ત કરવા ‘૧૦ વર્ષ, અનંત પળ, દરેક પળ અમૂલ્ય’ને ઉજવી રહ્યું છે. અહીં ઉર્મિલા દેશપાંડેની હૃદયસ્પર્શી કહાણી છે.