7091

રાજ્યભરમાં સરકાર દ્વારા લાગુ કરાયેલ ફી ધોરણ કરતા વધુ ફી લેતા હોવાની રાવ સાથે વાલી મંડળ દ્વારા શાળા બંધનું આજનું એલાન આપવામાં આવ્યુ હતું. પરંતુ ભાવનગર શહેર અને જિલ્લામાં એક પણ શાળાઓ ફીના નિયમના કારણે બંધ રહી ન હતી અને વાલી મંડળના શાળા બંધનના એલાનનો ફિયાસ્કો થવા પામ્યો હતો. શહેરની તમામ શાળાઓ આજે રાબેતા મુજબ શરૂ રહી હતી.