6035

ભાવનગર, જલારામ પ્રાથમિક શાળામાં પરમાણું સહેલી ડો. નિલમ ગોયલ ધ્વારા વિજળીની  ઉપયોગીતા તેમજ વિજળીના સ્ત્રોતની જાણકારી તેમજ પરમાણુ ઉર્જા વિશે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્‌ુ જેમાં દરેક વિધાર્થી / વિધાર્થીનીઓ તેમજ દરેક અધ્યાકકોએ ભાગ લીધો હતો. તેમણે માહિતી આપતા જણાવ્યુ કે વિજળી આપણી મૂળ ભૂત આવશ્યકતાઓ માંથી એક છે. વિજળી વિના આપણે ખાવાનું, કપડા તેમજ ઘર નહી મળે કારણ કે આ જીવન જીવવા માટે અત્યંત જરૂરી છે એટલા માટે વિજળી આપણા જીવનમાં બહું મોટો રોલ ધરાવે છે. 
તેમની સાથે જ વિજળી બનાવવાનો સૈાથી મોટો માર્ગ કોલસો છે જે ધીરે ધીરે ખતમ થઈ જઈ રહયો છે, પાણી તેમજ હવાથી પણ આપણે વધારે વિજળી બનાવી શકીએ છીએ. સૂર્ય થી પણ આપણે ફકત દિવસ દરમ્યાન જ વિજળી બનાવી શકીએ છીએ જયારે રાત્રીમાં તેમજ વરસાદમાં બનાવી શકતા નથી. પરંતુ પરમાણું ઉર્જાથી આપણે ર૪ કલાક વિજળી બનાવી શકીએ છીએ તેમજ તે પૂર્ણરૂપથી સુરક્ષીત વિજળી છે અને તેનાથી વાતાવરણમાં કોઈ જ નુકશાન થતું નથી.  પરંતુ પરમાણુ ઉર્જાને લઈને જાહેર જનતામાં બહુ ખોટી આશંકાઓ છે જે આપણે દુર કરવી પડશે ત્યારે જ પરમાણુ વિજળી ઘર માટે આપણે વિચારી શકીશું અને દેશના વિકાસમાં આપણે ભાગીદાર થઈ શકીશું. શાળાના આચાર્ય રમેશભાઈ પરમાર, ગીતાબેને કાર્યક્રમને ફાયદાકારક અને વિચારવા લાયક ગણાવ્યો હતો.