3605

ગાંધીનગર જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ અને યુવા પ્રવૃતિ સમિતિના ચેરમેન નરેશભાઈ ઠાકોરે આક્ષેપ કરતાં જણાવેલ હતું કે સેવા સેતુ દરમિયાન અધિકારીની હાજરીમાં કરવામાં આવેલ કામો આજ દિન સુધી થયા નથી. વધુમાં જણાવ્યું હતુ કે, અમારા વિસ્તારમાં આવેલ ગામોમાં આદરજ મોટી, જલુંદણ, ભોયણ રાઠોડ, ટીંટોડા, કાકાના તારાપુરા વગેરે ગામોમાં ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ પ્રાઈવેટ એન્જીઓના રિસર્ચ કરવામાં આવતી બેદરકારી કરેલ છે જેમાં આવી રજુઆતો વારંવાર ખેડૂતો દ્વારા તંત્રને જણાવવામાં આવેલ છતા કોણે પગલાં ભરવામાં આવેલ છે. આ બાબતે અમે સમગ્ર તમામ તથા ગામજનો દ્વારા ૭ મી એપ્રિલ, ર૦૧૭ ના રોજ આદરજ મોટી ગામે કરવામાં આવેલ સેવાસેતુ કાર્યક્રમમાં પણ કલેકટર, પ્રાંત અધિકારી, ડીડીઓ તથા વિધાનસભાના સભ્યની હાજરીમાં આની રજુઆતો કરેલ તો પ્રાંત અધિકારી દ્વારા બે, ત્રણ દિવસમાં થઈ જશે આવી રીતે પ્રજાજનોને ગુમરાહ કરેલ જે કામો આજ દિન સુધી કરવામાં આવેલ નથી.