4519

શિશુવિહાર સંસ્થાની બાળ કેળવણીમાં પોતાની વયના ૯૬ વર્ષ સુધી અવિરત સેવા આપનાર સ્વાતંત્ર્યસેનાની પૂજ્ય પ્રેમશંકરની પ્રથમ પુણ્યતિથિ પ્રસંગે શહેરની ૪૦ આંગણવાડીને ૧૦-૧૦ શૈેક્ષણિક ચાર્ટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
સર્વાપિતૃ શ્રાદ્ધ પ્રસંગ યોજાયેલ કાર્યક્રમમાં આંગણવાડીના ભુલકાંઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કર્યો હતો. ત્યારબાદ ૫૦૦થી વધુ બાળકોને ભોજન અને વોટરબેગ સાથે બાળરોગ્યલક્ષી સાહિત્ય આપવામાં આવેલ.
શિશુવિહાર સંસ્થાની પૂર્વ પ્રાથમિક શિક્ષણ સહાય યોજના અંતર્ગત અગાઉ ભાવનગર મહાનગરપાલિકા સંચાલિત ૨૭૫ આંગણવાડીને સંગીતના સાધનો, ફર્સ્ટએડ બોક્સ, પપેટસ, તથા બાળ ગીતોની પુસ્તિકા અને સીડી ઉપરાંત બાળ કેળવણી માટે ૧૦-૧૦ શૈક્ષણિક ચાર્ટ આપવામાં આવેલ છે.