7839

આજરોજ હિન્દુ છત્રપતી શિવાજી મહારાજની ૩૮૮મી જન્મજયંતી હોય શહેરનાં નિલમબાગ સર્કલ ખાતેથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દ્વારા ભવ્ય બાઈકયાત્રા કાઢવામાં આવેલ છત્રપતી શીવાજી મહારાજનાં ભવ્ય કટઆઉટ અને શીવાજીની વેષભુષા ધારણ કરેલ બજરંગદળનાં કાર્યકરે લોકોમાં ભવ્ય આકર્ષણ જમાવ્યું હતું  ડીજેનાં માધ્યમથી ભવ્ય શૌર્ય ગીતોનાં ગાન સાથે અને આવેલ કૃષ્ણનગરકુમારસિંહજી ભગવાન બુધ્ધ, ડો. બાબા સાહેબ આંબેડકર, શિવરામ રાજગુરૂ સ્મારક, અને શહિદ સ્મારક વિગેરે સ્વાનો પરથી પ્રતીમાને ફુલહાર કર્યા હતા. સાધુ સંતોની અધ્યક્ષતામાં નીકળેલા આ બાઈકયાત્રાનું નગરજનોએ ઠેર ઠેર સન્માન કર્યુ હતું.યાત્રાનું ઘોઘાગેટ ચોક ખાતે શહિદ ભગતસિંહની પ્રતિમાને ફુલહાર કરી સમાપન કરવામાં આવેલ.