8094

કુદરતે આપેલ એની આ સુંદર દુનિયામાં રહેવા સાથે જીવનમાં ખુશીઓ મેળવા માટે અલગ અલગ તહેવારો અને અવસરો ઉભા કરી આપતું હોય છે.  દરેક તહેવારોમાં સૌ કોઈ પોતાના મિત્રો પરિવારો સાથે ઉજવણીમાં મશગુલ હોય છે ત્યારે એ જ તહેવારોમાં વપરાતી ચીજ વસ્તુઓ વહેંચી જેના ઘરે ચૂલો જગતો હોય છે તેવા ગરીબ અને મજૂર ઝૂંપડપટ્ટીમાં વસતા પરિવારો માટે આવતા દરેક તહેવાર માત્ર વધુ રોજી કમાવામાં જ વયા જતા હોય છે. ત્યારે આજે ધુળેટી પર્વની ઉજવણી આ સલીમ બરફવાળા એમની સાથે એમના મિત્રો પાર્થેશ ગોહિલ, શિવાંગ જૈન, ધવલભાઈ, હરેશ પવાર સહિત મિત્રોએ આ ગરીબ અને મજૂર ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકો સાથે કરવાના આવી હતી. બાળકો સાથે રંગોથી રમતી વેળાએ એમના મુખ પર લાગેલા રંગો કરતા એમના મુખમાં અંદરથી આવેલા ખુશીઓના કુદરતી રંગોની રંગત ચમક કઈક અલગ જ હતી જે જીવનમાં આજ સુધી ક્યારેય જોવા મળી ન હતી.
 આ નાના બાળકો સાથે ધુળેટી રમવાની મોજ જ અલગ હતી જિંદગીની કિતાબમાં સુવર્ણ અક્ષરોમાં જ આ પ્રસંગ લખાય ગયો હોય એવું લાગી રહ્યું હતું. આ બાળકો સાથે રંગો થી રમતા જાણે મેઘધનુષના સાતે રંગો સિહોરના આંગણે ઉતરી આવ્યા હોય તેવો રંગબેરંગી  માહોલ જામ્યો હતો. બાળકોએ કહ્યું કે કાકા અમારા સાથે આવી જ રીતે બીજા બધા તહેવારો ઉજવવા આવજો ખૂબ જ મજા આવી જાય અમને.