9067

એક તરફ ગુજરાત અને જિલ્લા સહિત સિહોરમાં પાણી પ્રશ્ને ઉનાળામાં કાયમિક દેકારો રહેતો હોય છે. હવે ઉનાળો માથે ચડ્યો છે ત્યારે ઠેર ઠેર પાણી કાપને લઈને લોકોમાં ભારે હોહા થતી હોય છે ત્યારે સિહોરના મગલાણા ગામે નર્મદાની મુખ્ય લાઇન માંથી ભંગાણ કરીને સીધી લાઈનો નાંખી ને છેલ્લા ઘણા સમયથી આ પાણીની બેફામ ચોરીઓ કરવામાં આવી રહી હતી. આ વાતની જાણ તંત્ર ને થતા પાણી પુરવઠા અને નર્મદા નિગમના અધિકરીઓ મગલાણા ગામે તપાસ માટે દોડી આવ્યા હતા. તપાસ કરવા આવેલા અધિકરીઓ ઉપર અચાનક જ લોકોનું ટોળું ઘસી આવ્યું હતું અને અધિકારીઓ પર પથ્થરમારો કરતા વાતાવરણ ભારે બની ગયું હતું. પાણી પુરવઠા ગાંધીનગર ના ધ્યાને આ પાણી ચોરીની વાત આવતા નર્મદા નિગમના અધિકારીઓ,કાર્યપાલ ઈજનેર, સિહોર પ્રાંત અધિકારી, સિહોર મામલતદાર, ભાવનગર શહેર ના પીજીવીસીએલ ના અધિકારીઓ, પાલિતાણા ડીવાયએસપી, સિહોર ઉમરાળા અને વલ્લીપુર નો મોટો પોલીસ કાફલા એ અચાનક જ મગલાણા ગામે તપાસ હાથ ધરતા બરવાળાના નાવડા ગામ તરફથી આવતી નર્મદાની મુખ્ય પાણીની લાઈનમાં ભંગાણ કરીને તળાવ ભરતા હતા આ જોઈને અધિકરીઓ અવાચક થઈ ગયા હતા. પાણી ખેંચવાનું ડીઝલ એન્જીન, પાઇપ ઇલેક્ટ્રિક મોટર્સ અને ત્રણ બાઇક સહિતનો માલ કબજે કર્યો હતો. આવેલા ટોળાને કાબુ માં લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી અને પથ્થરમારો કરનાર સામે કાર્યવાહી કરી તજવીજ હાથ ધરી હતી. અહીંથી વધુ તપાસ માટેય અધિકારીઓ ઉસરડ તરફ રવાના થઈ ગયા હતા અને કહી શકાઈ કે સાંજ સુધી કાર્યવાહી શરૂ રહી હતી તંત્રએ અનેક ગેરકાયદે ચીજવસ્તુઓ કબ્જે લીધી છે અને તમામ સામે ધોરણસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. ગાંધીનગર ટીમ અને સ્થાનિક તંત્ર દ્વારા પાણીના ચેકીંગ માટે મગલાણા વિસ્તારમાં ચેકીંગ માં હતી દરમિયાન અચાનક એક ટોળાએ ઘસી આવીને પથ્થરમારો કરતા મગલાળા સરપંચ સહિત પચાસ સામે રાયોટિંગનો ગુનો દાખલ થયો છે. આજ સવારે પાણી બાબતની રેડ પડી હોવાની વાતને લઈ સિહોર પંથકના કેટલાક ગામોમાં ભારે દોડધામ રહી હતી આજનો દિવસ સમગ્ર પંથકમાં ટોકઓફ ટાઉન રહ્યો હતો કેટલાક ખેડૂતો વાડી ખેતર મૂકીને જતા રહ્યા હતા તો બીજી તરફ કેટલાક ખેડૂતોએ માલસામાન સગેવગે કર્યો હતો.. પાણી બાબતી રેડની વાત ને લઈ ગામડાઓમાં સન્નાટો મચી જવા પામ્યો હતો ખેડૂતો ચોકી ઉઠ્યા હતા ખાસ કરીને તંત્રના મોટો કાફલો જોઈને કેટલાક ભૂગર્ભમાં હતા રહ્યા હતા..

ગેરકાયદે ચીજવસ્તુઓ જપ્ત કરાઈ
તપાસ દરમિયાન અનેક બાબતો ગેરકાયદેસર સામે આવી છે તમામ ના સર્વે નંબર આધારે કાર્યવાહી કરાશે અને ગેરકાયદેસર ચીજ વસ્તુ જપ્ત કરી છે અને હજુ કાર્યવાહી શરૂ રહેશે..
- ગાંધીનગર પુરવઠા બોર્ડ સોલંકી.

કોઈપણ ચમરબંધીને છોડવામાં નહી આવે 
આજે સિહોર અને આજુબાજુ વિસ્તારોમાં પાણી પુરવઠા બોર્ડ સાથે રહીને તપાસની સંયુક્ત કામગીરી શરૂ કરી છે પાણી ચોરી કરતા તમામ સામે કાયદેસરના પગલા ભરાશે અને કોઈ ચમરબંધિને છોડવામાં નહિ આવે.
- એસડીએમ - ઝનકાંત..

પચાસ ગાડીનો કાફલો સતત ખડેપગે રહો
આજ સવારથી રેડ દરમિયાન ગાંધીનગર પાણી પુરવઠા બરવાળા પાણી પુરવઠા સિહોર એસડીએમ સિહોર મામલદાર પાલીતાણા ડીવાયએસપી સિહોર વલભીપુર સોનગઢ ઉમરાળા સહિત પીજીવીસિલ કાફલો જોડાયો હતો..