8419

મૂળ સિહોરના અને ખેડૂત પુત્ર મિલન કુવાડીયાની કોંગ્રેસ પક્ષ વતી કામગીરીની પ્રદેશ કક્ષા સુધી નોંધ લેવાઈ છે અને કહી શકાય કે મિલન કુવાડીયા પ્રદેશ કક્ષાના મોટા ગજના નેતા શક્તિસિંહ ગોહિલ સહિત રાહુલ ગાંધીના નજીકના યુવા નેતા માનવામાં આવે છે ખેડૂત પુત્ર મિલન કુવાડીયા મૂળ સિહોરના રહેવાસી અને કોલેજ કાળથી કોંગ્રેસ સાથે જોડાયેલા અગાઉ એનએસયુઆઈ યુથ કોંગ્રેસ આઇટી વિભાગ સહિતના શેત્રે સુપર્બ કામગીરી કરી ચુક્યા છે. મિલન કુવાડીયાએ પક્ષ પ્રત્યેની વફાદારી સાથે અગાઉ નોંધનિય કામ કર્યું છે જેની નોંધ અગાઉ પ્રદેશના પ્રત્યેક નેતા લીધી છે અને સિહોર સહિત સમગ્ર જિલ્લામાં યુવાનોમાં સારી એવી લોકચાહના ધરાવે છે અને પોતાના વતન સિહોર શહેરમાં શંખનાદ નામની ન્યુઝ ચેનલના સંચાલક છે અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે ત્યારે મિલન કુવાડીયાની પક્ષ પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં લઇને તેમને એક વધુ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આ નિમણુંકથી કાર્યકરો આગેવાનો વડીલો ખાસ કરીને સમગ્ર જિલ્લાના યુવાનોમાં ખુશીની લહેર વ્યાપી છે અને ગુજરાત પ્રદેશ ડેલીગેટમાં નિમણુંક કરાઈ છે..