4825

ભાવનગર એસ.પી. દીપાંકર ત્રિવેદીએ બઢતી સાથે વિદાય લીધા બાદ સાંબરકાંઠાથી બદલી થઈ ભાવનગર આવેલા પી.એલ.માલએ આજરોજ વિધીવત ચાર્જ સંભાળ્યો છે. ભાવનગરમાં એસ.પી. કચેરી ખાતે અધિકારીઓ દ્વારા પુષ્પગુચ્છ આપી નવનિયુકત એસ.પી.નું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાવનગર આવતની સાથે જ ભાજપ દ્વારા નિકળેલી ગૌરવયાત્રા તળાજા-મહુવા ખાતે આવી પહોંચી હોય એસ.પી. માલ સાંજે ગૌરવયાત્રાના બંદોબસ્તમાં દોડી ગયા હતાં.