7659

અમરેલી જિલ્લા માં કાયદો વ્યવસ્થા ની સ્થિતિ પડી ભાંગી હોય વધતા જતા ક્રાઇમ અંગે જિલ્લા ના તમામ પાંચ ધારાસભ્ય અસંખ્ય કાર્યકરો સાથે સવારે ૧૦-૩૦ થી જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી સામે ઉપવાસ પર બેઠા અને સાંજ ના ૫-૩૦ કલાકે રેલી રૂપે જિલ્લા કલેકટર  અમરેલી ને આવેદન પત્ર પાઠવ્યું  જિલ્લા ના તમામ ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર પરેશભાઈ ધાનાણી અમરીશભાઈ ડેર જે વી કાકડીયા પ્રતાપભાઈ દુધાત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સંગઠનના તમામ હોદેદારો કાર્યકરોની વિશાળ હાજરીમાં રેલી રૂપે જિલ્લા કલેકટર અમરેલી ને આવેદન પત્ર પાઠવી જિલ્લા માં વધતા જતા ક્રાઇમ અંગે ગુના ડિટેકટ થવા જોઈ અનિષ્ટ પ્રવૃત્તિ ઓ પર બાજ નજર દારૂ જુગાર વરલી મટકા ચોરી લૂંટફાટ જેવા કિસ્સા ઓ થી ત્રસ્ત આમ જનતા નો આવજ બની જિલ્લા ના પાંચ ધારાસભ્યો અને જિલ્લા કોંગ્રેસ અને તમામ તાલુકા કોંગ્રેસ હોદેદારો કાર્યકરો ની સવાર થી જ જિલ્લા મથકે ઉપવાસ છાવણી માં હાજરી જોવા મળી હતી દિવસ ભર જિલ્લા મથકે કોંગ્રેસી કાર્યકરો ની ચહલ પહલ ઉપવાસ છાવણી ની અનેક લોકોએ મુલાકાત લઈ સમર્થન આપ્યું જિલ્લા માં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિ ચિંતા જનક બનતા સામાન્ય પ્રજા માં ભારે નારાજગી અંગે કાયદાની પવિત્રતા પુરવાર કરવી જરૂરી બન્ને હોવાનું ચર્ચાઈ રહ્યુ છે.