4475

ભારતની નંબર વન મોબાઇલ ફોન કંપની અને દેશની અતિ વિશ્વસનિય બ્રાન્ડ સેમસંગે ગુજરાતમાં તેની લીડરશિપ વધારી છે. સેમસંગ ગેલેક્સી જે સીરિઝ ભારતની અતિ લોકપ્રિય સ્માર્ટફોન સીરિઝ છે અને તાજેતરમાં લોંચ થયેલા ગેલેક્સી ત્ન૭ પ્રો અને ગેલેક્સી ત્ન૭ મેક્સને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ગુજરાતમાં ઉપભોક્તાઓનો પ્રેમ અને વિશ્વાસ સામે આભાર વ્યક્ત કરવા સેમસંગ ઇન્ડિયાએ આજે સેમસંગ સ્માર્ટફોન્સનાં ગ્રાહકો માટે “નેવર માઇન્ડ” ઓફરની જાહેરાત કરી હતી. 
“નેવર માઇન્ડ” ઓફરનો ઉદ્દેશ વન-ટાઇમ સ્ક્રીન રિપ્લેસમેન્ટ ઓફર સાથે ફેસ્ટિવ સિઝનનો રોમાંચ અને આનંદ વધારવાનો છે. સેમસંગની “નેવર માઇન્ડ” ઓફર હેઠળ ઉપભોક્તાઓ ખરીદીનાં ૧૨ મહિનાની અંદર તૂટેલી સ્ક્રીનનાં વન-ટાઇમ રિપ્લેસમેન્ટનો લાભ લઈ શકે છે, જે માટે તેમને રિપેર પર ફક્ત રૂ. ૯૯૦ની ચુકવણી કરવી પડશે. આ ઓફર ૨૧ સપ્ટેમ્બર, ૨૦૧૭થી ૨૧ ઓક્ટોબર, ૨૦૧૭ વચ્ચે ખરીદી પર માન્ય છે.
સેમસંગ ઇન્ડિયાનાં મોબાઇલ બિઝનેસનાં ડિરેક્ટર શ્રી સુમિત વાલિયાએ કહ્યું હતું કે, “અમે ઉપભોક્તા-કેન્દ્રિત નવીનતા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તથા ઉપભોક્તાઓને શ્રેષ્ઠ ઉત્પાદનો અને સેવાઓ પ્રદાન કરવાથી સેમસંગ ઇન્ડિયાની ટોપ બ્રાન્ડ બની છે. ‘નેવર માઇન્ડ’ ઓફર ગુજરાતનાં લોકોનાં પ્રેમ અને વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કરવાની અમારી રીત છે. 
તાજેતરમાં લોંચ થયેલ ગેલેક્સી ત્ન૭ પ્રો અને ગેલેક્સી ત્ન૭ મેક્સ નવી ખાસિયતો સાથે ઓફર કરવામાં આવેલ છે, જે ઉપભોક્તાઓની પ્રશંસાને પાત્ર બન્યાં છે. સોશિયલ કેમેરા, નવીન એન્ડ્રોઇડ નગટ અને સેમસંગ પે જેવી ખાસિયતોથી ગેલેક્સી જે સીરિઝની અપીલ વધી છે. અત્યારે ભારતમાં વેચાતો દર ત્રીજો સ્માર્ટફોન ગેલેક્સી ત્ન છે.