9110

સ્વામિનારાયણ વિદ્યાલય (પ્રાથમિક વિભાગ) ચિત્રા જીઆઈડીસી ખાતે પ્રતિવર્ષ માફક આ વર્ષે પણ સાંસ્કૃતિક કાર્યક્રમ-ર૦૧૮ માવતર શિર્ષક હેઠળ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અન્વયે શાળાના બાળકોએ અલગ-અલગ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિતોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે મોટીસંખ્યામાં વાલીગણ સ્વામિનારાયણ સંસ્થાના મુખ્ય સંચાલક કે.પી. સ્વામી, ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણી સહિત ગણમાન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ મેતલીયા તથા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.