3412

ભાવનગરના સિહોરના તાપડીયા આશ્રમના મહંત દ્વારા ડે.કલેકટર અને મામલતદારની ઉપસ્થિતિમાં રૂ.૧,૧૧,૦૦૦ નો ચેક મુખ્યમંત્રી રાહતફંડમાં જમા કરાવી દેશવાસી તરીકેનું ઋણ અદા કર્યું હતું.હાલ જે સ્થિતિ બનારસકાંઠા-સાબરકાંઠા-પાટણ-ઉતર ગુજરાતના અન્ય વિસ્તારો માં જોવા મળી રહી છે .
જેમાં આવેલા ભયાનક પૂરમાં આખે આખા ગામ બરબાદ થઇ ગયા છે .અનેક માનવ જિંદગી પુર ના પાણીમાં તણાઈ ગઈ તો અનેક લોકો બેઘર બની ગયા.અબોલપશુઓની વાત જ કરવા જેવી નથી ત્યારે આવી ભયાનક સ્થતિ વચ્ચે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી સહાય પહોચી રહી છે .
આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી નો જન્મદિવસ છે ત્યારે તેઓ પણ પૂરપીડીતો ની વહારે છે .આવા સમયે ભાવનગર ના સિહોર નજીક ના દેવગણા ના તાપડીયા આશ્રમ માં મહંત તાપડીયા બાપુ કે જેમણે ખરીરીતે દેશવાસી તરીકે નું ઋણ અદા કર્યું છે .
અગાઉ પણ જેમણે કાશ્મીર સહાય વખતે રૂ.૧,૧૧,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો તેવી રીતે આજે પણ મુખ્યમંત્રી રાહતફંડ માં આજે રૂ,૧,૧૧,૦૦૦ નો ચેક અર્પણ કરવા તેઓ સિહોર નાયબ કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા. પોતાના સેવકો સાથે ડે.કલેકટર ડાભી અને મામલતદાર ચાવડા ને રૂ.૧,૧૧,૦૦૦ નો ચેક અર્પણ કર્યો હતો.