8501

ભાવનગરના વલ્લભીપુર ગામે બસ સ્ટેન્ડ નજીકના ખાંચામાં પગપાળા જઈ રહેલા ૧૪ વર્ષીય કિશોરને આઈસ્ક્રીમ ભરેલા ટેમ્પાના ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ કિશોરનું મોત નિપજવા પામ્યું હતું. વલ્લભીપુર પીજીવીસીએલમાં ફરજ બજાવતા મુળ દાહોદ જિલ્લાના સાંકરદા ગામે રહેતા દિનેશભાઈ રત્નાભાઈ ઢાંકીયાનો ૧૪ વર્ષનો પુત્ર દક્ષણ સવારના સમયે વલ્લભીપુર બસ સ્ટેન્ડ પાસેની ગળીમાંથી પસાર થતો હતો તે વેળાએ સામેથી પુરપાટ ઝડપે આવી રહેલ આઈસ્ક્રીમ ભરેલો ટેમ્પો નં.જી.જે.૧૪ ડબલ્યુ ૧૧૪૧ના ચાલકે દક્ષતને અડફેટે  લેતા ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજવા પામ્યું હતું. બનાવની જાણ થતા વલ્લભીપુર પોલીસ બનાવ સ્થળે દોડી જઈ જરૂરી કેસ કાગળો કરી વધુ તપાસ હાથ ધરી છે.