3974

સ્વાઈન ફલુના વધતા કહેર સામે એક માત્ર આયુર્વેદિક સાધન ઉકાળાનું વિતરણ આયુર્વેદિક હોસ્પિટલ તેમજ જુદી જુદી સંસ્થાઓ દ્વારા શહેરમાં કરી રહી છે. સામાન્ય રીતે નાના બાળકો અને વૃધ્ધોને સ્વાઈન ફલુનો ચેપ ઝડપથી લાગે તેવી સંભાવનાના કારણે વિદ્યાર્થીઓને પણ સ્વાઈન ફલુથી રક્ષણ મળે તે હેતુથી સરકારી આયુર્વેદિક હોસ્પિટલ, સે - રર ના સૌજન્યથી ગાંધીનગરની સરકારી પોલીટેકનીક સેકટર - ર૬ ખાતે સ્વાઈન ફલુના ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ ઉકાળાનો લાભ લીધો હતો.