3612

આજ રોજ અત્રેના પ્રાથમીક આરોગ્ય કેંદ્ર-ફરિયાદકાના ફરિયાદકા ગામમાં સ્વાઈન ફ્લુ રોગની સામે રક્ષણ આપતો આયુર્વેદીક ઉકાળા નું વીનામુલ્યે વિતરણ જીલ્લા પંચાયત આરોગ્ય શાખાનાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારી ડો. એચ એફ પટેલ સાહેબ તથા જીલ્લા પંચાયત સંચાલીત ફરતુ આયુર્વેદીક દવાખાના દ્વારા તથા ફરિયાદકા ગામનાં સરપંચ મોહનભાઈના સહયોગથી સ્વાસ્થય વર્ધક ઉકાળો બનાવી ફરિયાદકા ગામના ગ્રામ જનો તથા અત્રેના કેન્દ્ર્‌માં ઓ પી ડી માં આવેલ તમામ દર્દીઓને તેમજ, પ્રાથમીક શાળા ફરિયાદકા ના તમામ વિધાર્થીઓ તેમજ શીક્ષકોએ પણ આયુર્વેદીક ઉકાળા નું સેવન કરેલ તેમજ આ કાર્યક્રમમાં ડો એચ એફ પટેલ તથા આયુર્વેદીક અધીકારી ડો  જોગદીયા હાજર રહી માર્ગ દર્શન આપેલ આ કાર્યક્રમને સફળ બનાવવાં  પ્રાથમીક આરોગ્ય કેંદ્ર-ફરિયાદકાના મેડીકલ ઓફીસ તથા કર્મચારીઓ તથા  આયુર્વેદીક મેડીકલ ઓફીસરોએ જહેમત ઉઠાવેલ.