4331

શહેરના ડેરી રોડથી યુનિવર્સિટી તરફ જતા માર્ગ પર સીટી મામલતદાર કચેરી પાસે રોડનું નવીનીકરણ હાથ ધરવામાં આવ્યું છે. જેમાં રોડ સાઈડના ખોદકામ વેળા પાણીની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા મોટી માત્રામાં પાણીનો જથ્થો વ્યર્થ વહી જવા પામ્યો હતો અને ઉપરવાસના વિસ્તારોમાં પાણીની સમસ્યા સર્જાઈ હતી.