4292

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ભાવનગર આવ્યા હોય જેને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના બજરંગદળ તથા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભેદભાવની નીતિ સામે વિરોધ કરવા સાથે આવેદનપત્ર પાઠવવા આવેલ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
ભાવનગર-રાજકોટ હાઈવે પર રોડ વિકાસમાં બાધારૂપ ધાર્મિક સ્થાનોને હટાવવામાં સરકાર તથા સત્તાવાળ તંત્ર ભેદભાવની નીતિ અખત્યાર કરી રહી હોવાની રાવ વિહિપ દ્વારા કરવામાં આવી છે. આ માર્ગ પર લઘુમતિ સમાજના ધાર્મિક સ્થાન બાધારૂપ હોવા છતા તેને હટાવવા  નથી આવી રહ્યું પરંતુ હિન્દુ સમુદાયના મંદિરોને ટાર્ગેટ કરી આવા સ્થાનો તોડવા સાથે અન્યત્ર ખસેડવામાં આવી રહ્યાં હોય આવી નીતિ તથા તૃષ્ટીકરણને લઈને બજરંગદળ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મુખ્યમંત્રી રૂપાણીને રજૂઆત કરવા આવેલ કાર્યકરોને અટકાવી તેઓની પોલીસે ધરપકડ કરવામાં આવી હતી. આ અંગે બન્ને દળ દ્વારા ઉગ્ર વિરોધ કરી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.