3219

રાજુલા તાલુકાના વિક્ટર ગામે આવેલ ખારાપટ વિસ્તારમાં આવેલ ચાંચબંદરની જેટી નજીક એક યુવકે બેભાન હાલતમાં પડ્યો હોવાની જાણ પીપાવાવ મરીન પોલીસમાં થતા પીએસઆઈ હિંગરોજા, હેડ કો. ભોળાભાઈ, ભરતભાઈ પરમાર સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
પોલીસમાંથી મળતી માહિતી અનુસાર વિક્ટર ખારાપટ વિસ્તારમાં ચાંપ જેટી નજીક તા.ર૩-૭-૧૭ના રોજ વહેલી સવારના ૬ વાગ્યાના અરસામાં એક પરપ્રાંતિય યુવક જે પ્રાથમિક દ્રષ્ટિએ માનસિક હોવાનું લાગી રહ્યું છે તે આશરે ૩પ વર્ષનો જેણે દુધીયા કલરનો શર્ટ અને કથાઈ કલરનું પેન્ટ પહેરેલ તે જે ગુજરાતી કે હિન્દી ભાષા સિવાય અન્ય ભાષા બોલતો હોય તે બેભાન હાલતમાં મળી આવતા તેઓને રાજુલા સારવારમાં સરકારી દવાખાને લાવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ છે. યુવકનું મોત ઠંડી લાગતા થયું હોવાનું તબીબે જણાવેલ છે. આ યુવકનું કોઈ આધારે ઓળખ થઈ નથી કે વાલી વારસ મળી આવેલ નથી. યુવકની લાશ હાલ ભાવનગર મે.કોલેજના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલ છે. ઉપરોક્ત યુવક વિશે કોઈપણ જાણકારી મળી આવે તો મરીન પોલીસ પીપાવાવના લેન્ડલાઈન નં.૦ર૭૯૪-ર૮૬૦૩૦ પર જાણ કરવા પીએસઆઈ હિંગરોજાએ એક યાદીમાં જણાવ્યું છે.