8402

નલીયા સેકસ રેકેટની તપાસ પાછળ બે વર્ષમાં ૯ લાખથી વધુ ખર્ચ 
વિધાનસભામાં જુદા જુદા ધારાસભ્યોએ કચ્છ જિલ્લાના નલીયા ખાતે થયેલ ગુનાહિત સેકસકાંડ અંગે સરકારે જસ્ટીસ દવે કમીશનની નિમણુંક કરી છે કમિશન રચાયા પછી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી અને હાલની સ્થિતિએ કમિશન સુષુપ્ત અવસ્થામાં છે કે કેમ ? અને આ રિપોર્ટ ટર્મ ઓફ રેફરન્સ મુજબ રાજય સરકારને કઈ તારીખ સુધીમાં સોંપવાનો થાય છે ? અને ઉકત કમીશન પાછળ એક વર્ષમાં કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે ?  ઉત્તરમાં સરકારે જણાવ્યું હતું કે જસ્ટીસ દવે પંચની નિમણુંક નલીયા સેકસકાંડ માટે કરવામાં આવી છે પરંતુ આ કમીશન સુષુપ્ત છે તેનો ઈન્કાર કર્યો હતો અને સોંપવા અંગે જણાવ્યું હતું કે કમીશનની પ્રથમ સીટીંગની તારીખથી ત્રણ માસ સુધીમાં સોંપવાનો થાય છે અને આ પંચ પાછળ બે વર્ષમાં ૯ લાખ ૧૧ હજાર પ૯૬ નો ખર્ચ કરવામાં આવ્યો છે. 
નેનો ઉત્પાદનમાં શરતભંગ : પ લાખ નેનો ઉત્પાદન સામે ૧૪ હજારનું જ ઉત્પાદન 
ટાટા મોટર્સ લી. દ્વારા નેનો કારના ઉત્પાદન માટે સરકારે પ્રોત્સાહન આપેલછે જેમાં ૧ જાન્યુઆર, ર૦૦૯ ના ઠરાવ મુજબ શરતો પૈકી શરત નં. ૧ર તથા અન્ય શરતો મુજબ ટાટા મોટર્સ લી. ને પ્રથમ ફેઝમાં દર વર્ષે ટાટા નેનોનું કેટલી કારનું ઉત્પાદન કરવાનું હતું જેના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે ઉકત શરતો મુજબ પ્રતિ વર્ષ ટાટા નેનોના અઢી લાખ કારનું ઉત્પાદન કરવાનું હતું. છેલ્લા બે વર્ષમાં કેટલી કારનું ઉત્પાદન થયું તેના જવાબમાં સરકારે સ્વીકાર્યુ હતું કે વર્ષ ર૦૧૬ માં ૧૧ હજાર ૩ર૩ અને ર૦૧૭ માં માત્ર ૩૧ર૦ કારનું ઉત્પાદન કરવામાં આવ્યું છે આમ બે વર્ષમાં પ લાખ કાર ઉત્પાદન સામે માત્ર ૧૪ હજાર ૪૪૩ કારનું ઉત્પાદન કરતા શરત ભંગ થયો છે. 
ભાવનગરમાં ૯૩ ખુન ૪૪ આત્મહત્યાના બે વર્ષમાં કેસ નોંધાયા 
ભાવનગર જિલ્લામાં આત્મહત્યા, ખુન તથા ખુનની કોશીશ કરવાની ગુનાખોરી અંગે ચિંતા કરી તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયાએ વિધાનસભામાં પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો કે ૩૧ ડિસેમ્બર ર૦૧૭ ની સ્થિતિએ બે વર્ષમાં આવા કેટલા બનાવો બન્યા.  જવાબમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લા અને શહેરમાં કુલ ૪૪ આત્મહત્યાના ગુના ૯૩ ખુનના ગુના અને પ૭ જેટલા ખુનની કોશિશ થયાના ગુના નોંધાયા છે. જેમાં ર૦૧૭ માં પ૩ ખૂન અને ર૦૧૭ માં ૪૦ ખૂનના ગુના નોંધાયા છે. આ ગુના માટે કુલ પ૪૭ ઈસમોની ધરપકડ કરી હતી તથા ૧૩ જેટલાની ધરપકડ કરવાની બાકી છે. 
ભાવનગર જિલ્લામાંથી બે વર્ષમાં સાડાત્રણ કરોડનો દારૂ પકડાયો 
ભાવનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં કેટલો દારૂ પકડવામાં આવ્યો તેમાં દેશી દારૂ, વિદેશી દારુ અને બિયર કેટલો પકડવામાં આવ્યો તથા હેરફેર કરતાં કેટલા વાહનો પકડવામાં આવ્યા તેવો પ્રશ્ન વિધાનસભામાં પુછાયો હતો.  જેના ઉત્તરમાં ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે ભાવનગર જિલ્લામાંથી દારૂની હેરાફેરી કરતાં બે વર્ષમાં કુલ ૩રશપ વાહનોને પકડવામાં આવ્યા. આ વાહનોમાંથી ૩ કરોડ ૩૮ લાખ ૧૪ હજાર ૩પ૩ નો દારૂ પકડવામાં આવ્યો જેમાંથી દેશી દારૂ ર૧ હજાર લીટર કિ. રૂ. ૪,૩૩,૪૦૦, વિદેશી દારૂ ર.૭૪ લાખ બોટલ કિ. રૂ. ૩,૧ર,૦૩,૯૩૩ તથા ર૧૮પ૭ બોટલ બિયરની કિંમત રર લાખ ૭૭ હજારનો પકડવામાં આવ્યો છે. આ સંદર્ભે ૧૧૬૬ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ૪૬૩ ઈસમો વિરૂધ્ધ પ્રોહિબીશન એકટ હેઠળ, ૬૦ ઈસમો વિરૂધ્ધ તડીપાર, ર૦ ઈસમો વિરૂધ્ધ પાસાના અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 
ભાવનગર જિલ્લામાં ૮રપ ઔદ્યોગિક એકમોને ગુણવત્તા સુધારણા સહાય 
ભાવનગર જિલ્લાના માઈક્રો સ્મોલ અને મીડીયમ ઔદ્યોગિક એકમોને અપાતી ગુણવત્તા સુધારણા સહાય અંગેનો પ્રશ્ન વિધાનસભામાં પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા દ્વારા ઉપસ્થિત કરવામાં આવ્યો હતો અને છેલ્લા બે વર્ષમાં કેટલા એકમોને સહાય આપવામાં આવી તેના ઉત્તરમાં ઉદ્યોગ વિભાગના મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ૩૧ ડિસેમ્બર, ર૦૧૭ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ૮રપ એકમોએ ગુણવત્તા સહાય માટે અરજી કરી હતી અને તમામ ૮રપ એકમોને ચુકવણું કરવામાં આવ્યું છે.