7847

વિધાનસભાના ચૂંટણી પછીના બજેટ સત્રના પ્રારંભે વિધાનસભાના અધ્યક્ષ તરીકે વડોદરાના રાજેન્દ્ર ત્રિવેદીને વિપક્ષના ટેકાથી સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. પ્રોટેમ સ્પીકર નીમાબેને આ અંગેની જાહેરાત કર્યા બાદ રાજેન્દ્ર ત્રિવેદીને અધ્યક્ષની ચેર સુધી દોરી જવામા આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સર્વાનુમતે પસંદગી બદલ વિપક્ષને અભિનંદન આપતા જણાવ્યું હતું કે, લોકશાહી પરંપરા જાળવી રાખવા બદલ વિરોધ પક્ષના નેતાને અભિનંદન પાઠવ્યા હતા. 
વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યુ હતુ કે, ૧-પ-૧૯૬૦ ના રોજ પ્રથમ અધ્યક્ષ કલ્યાણજી મહેતા બેઠા હતા ત્યારથી નટવરલાલ શાહથી લઈ લાંબી સફર અધ્યક્ષ તરીકે બેઠા છે. સંસદીય પ્રણાલીનું પાલન-પોષણ થાય, વિરોધપક્ષ-પ્રજાની વેદનાનું પ્રતિક હોય છે. જેથી સત્તાધારી બહુમતી પક્ષ સામે સ્પીકર રક્ષણ આપતા હોય છે. તેવું વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ જણાવી રક્ષણ આપશો એવી આશા વ્યકત કરી હતી. 
વિધાનસભા - પ્રજાના નાણાંથી ચાલતી હોવાથી પ્રજાના નાણાંનો વ્યય ન થાય તે જોવાનું કામ વિપક્ષ કરશે. જન પ્રતિનિધિ છે. જનતાએ તક આપી છે ત્યારે જનતાના અવાજનો પ્રતિબીંબ મળી રહે તેથી પ્રજાને પણ તેવું લાગે તેવું બનવું જોઈએ.  આ ઉપરાંત વિરજીકુમાર, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ડૉ. અનિલ જોષીયારા, પૂંજાભાઈ વંશ, જીતુભાઈ વાઘાણી, પ્રદિપસિંહ જાડેજા, જીતુભાઈ સુખડીયા વગેરેએ શુભેચ્છાઓ પાડવી હતી.