7618

ભાવનગરના વરતેજ જીઆઈડીસી ખાતે એક પરપ્રાંતિય મહિલાની બોથડ પદાર્થના ઘા ઝીંકી હત્યા કરાયેલી લાશ મળી આવતા ચક્ચાર ફેલાઈ જવા પામી હતી. બનાવની જાણ થતા વરતેજ પોલીસ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને બનાવની જીણવટભરી તપાસ હાથ ધરી હતી.
પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, વરતેજ જીઆઈડીસી ખાતે એક મહિલાની હત્યા કરાયેલી લાશ પડી હોવાની જાણ વરતેજ પોલીસને કરાતા તુરંત પીએસઆઈ ગઢવી સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશને જોતા બોથડ પદાર્થ વડે હત્યા કરી હોવાનું જણાઈ આવ્યું હતું. પોલીસ દ્વારા મહિલાની ઓળખ મેળવતા મુળ લોરગીયા તા.બગહા, જિ.ચંપારણ, બિહાર ખાતે રહેતી અંજનાબેન ગોપીકિશન સુધઈમાઝી (મહંતો) ઉ.વ.૩૦નું ખુલવા પામ્યું હતું અને છેલ્લા ૧પ દિવસથી તેના ભાણેજ સાથે ભાવનગર આવી રહેલ જેથી મહિલાની હત્યા થઈ હોવાનું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે. પોલીસે બનાવના જરૂરી કેસ કાગળો કરી હત્યારાઓને પકડવા તજવીજ હાથ ધરી છે અને આરોપીઓ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે લાશને પેનલ પી.એમ. અર્થે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.