ડા. આંબેડકર અને મોદીને રાજેન્દ્ર ત્રિવેદીએ બ્રાહ્મણ ગણાવતા વિવાદ

709
gandhi3042018-5.jpg

ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ‘મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ’ નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સમિટમાં મુખ્યમંત્રી રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, વિધાનસભાના અધ્યક્ષ રાજેદ્ર ત્રિવેદી સહિત નેતાઓ હાજર રહ્યા હતા.
આ સમિટમાં સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નરેન્દ્ર મોદી અને બાબાસાહેબ આંબેડકરને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જ્ઞાની હોવાના કારણે પ્રધાનમંત્રી મોદી અને બાબા સાહેબ આંબેડકર બ્રાહ્મણ છે. રાજેંદ્ર ત્રિવેદીના આ નિવેદનથી સૌકોઈ વિચારમાં મુકાયા છે.
મેગા બ્રાહ્મણ સમિટમાં બોલતા રાજેન્દ્ર ત્રિવેદીએ ડા.બાબા સાહેબ આંબેડકર અને પીએમ નરેન્દ્ર મોદીને બ્રાહ્મણ ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, જે જ્ઞાની છે તે બ્રાહ્મણ છે અને જે શક્તિશાળી છે તે ક્ષત્રિય છે. આ નિવેદનને પગલે બ્રહ્મ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. બાબા સાહેબ આંબેડકર પણ બ્રાહ્મણ હતા. તેમને આંબેડકર અટક પણ એક બ્રાહ્મણ શિક્ષકે આપી હતી. જે જ્ઞાની છે તે બધા બ્રાહ્મણ છે, પીએમ મોદી પણ બ્રાહ્મણ છે.’
આભાર – નિહારીકા રવિયા 

Previous articleએક્સપ્રેસ સર્વિસ રોડ ૧૪૧ કરોડના ખર્ચે ફોરલેન બનશે
Next articleગામડાના બળદગાડાની જગ્યા હવે મોઘી કારે લીધી