ભાવનગર ડિવિઝન પર સ્વચ્છતા અભિયાન સતત ચાલી રહ્યું છે. જેના અંતર્ગત આજરોજ “સ્વચ્છ નીર” તથા “સ્વચ્છ પાણી અને પાણી બચાવો” અભિયાન અને 27 સપ્ટેમ્બર, 2021 ના રોજ “સ્વચ્છ પેન્ટ્રીકાર/કેન્ટીન” અભિયાન ચલાવવામાં આવ્યું હતું. માહિતી આપતા નીલાદેવી ઝાલા આસિસ્ટન્ટ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું હતું કે સ્વચ્છતા પખવાડિયા દરમિયાન વિવિધ સ્ટેશનો, ઓફિસો, રેલવે કોલોનીઓ, હેલ્થ યુનિટ્સ, શેડ અને ડેપો, વોટર કુલર, પાણીની ટાંકીઓ વગેરેની સઘન સફાઈ કરવામાં આવી રહી છે.
ટ્રેનો, સ્ટેશન, વેઇટિંગ રૂમ, રિટાયરિંગ રૂમ, પ્લેટફોર્મ વગેરે પર પાણીની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માં આવી હતી. પાણીનો લિકેજ ચેક કરી રીપેર કરાવવામાં આવ્યું છે. સ્ટેશનો પર વોટર વેન્ડિંગ મશીનોનું નિરીક્ષણ, ગુણવત્તા પરીક્ષણ માટે પાણીના સૈંપલ લૈબ માં મોકલવામાં આવ્યા હતા. પાણીની ટાંકીઓ સાફ કરાવવામાં આવી અને નિયત સફાઈ માટેની તારીખો પણ નોંધવામાં આવી હતી, વધુમાં, પાણીની ગુણવત્તા ચકાસવા માટે પ્રયોગશાળામાં નમૂના મોકલવામાં આવ્યા હતા. ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલે અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તમામ મુસાફરો માટે સ્ટેશન પર પીવાના પર્યાપ્ત પાણીની આપુર્તિ સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપ્યા છે. આજરોજ સ્વચ્છતા પખવાડિયા દરમ્યાન, આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા કેટરિંગ સ્ટોલ પર ચેકિંગ ડ્રાઇવ ચલાવવા આવ્યું હતું, ડિવિઝનના વિવિધ સ્ટેશનો પર આવેલા કેટરિંગ સ્ટોલ પરથી ખાદ્ય પદાર્થોના નમૂના એકત્રિત કરવામાં આવ્યા હતા અને ગુણવત્તા ચકાસણી માટે લેબમાં મોકલવામાં આવ્યા હતા.