ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુનાં હસ્તે ભાવનગરનાં ડો. શિલ્પી કુશવાહાને દેશનો યંગ સાયન્ટીસ્ટ એવોર્ડ એનાયત કરાયો

171

સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડો. શિલ્પી કુશવાહાને એવોર્ડ અપાયો અલગ અલગ જગ્યાએથી યુરેનિયમ કેવી રીતે કાઢી શકાય તેના ઉપર કરેલા સંશોધન બદલ એવોર્ડ અપાયો
વૈજ્ઞાનિકોને પ્લેટફોર્મ પુરૂ પાડવા ઉપરાંત વિવિધ વૈજ્ઞાનિક સંશોધનો કરવામાં મદદરૂપ થતી ભાવનગરની જાણીતી સંસ્થા સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમીકલ રીસર્ચ ઈન્સ્ટીટ્યુટ (સી.એસ.આઈ.આર, સી.એસ.એમ.સી.આર.આઈ)નાં યુવા વૈજ્ઞાનિક ડો. શિલ્પી કુશવાહાને યુરેનીયમ ઉપર કામ કરવા બદલ દેશનો યુવા સાયન્ટીસ્ટ એવોર્ડ ઉપરાષ્ટ્રપતિ વેંકેયા નાયડુનાં હસ્તે આપવામાં આવ્યો હતો. જે ભાવનગર માટે ગૌરવની વાત કહી શકાય.વૈજ્ઞાનિક ક્ષેત્રે નવા સંશોધન કરનાર યુવા વૈજ્ઞાનિકોને યુવા સાયન્ટીસ્ટ એવોર્ડ આપવામાં આવે છે જે અંતર્ગત દેશના 6 જેટલા યુવા વૈજ્ઞાનિકોને એવોર્ડ આપવાનો સમારોહ ગઈકાલે દિલ્હી ખાતે યોજાયો હતો. જેમાં પર્યાવરણ સમુદ્ર, સહિત અલગ અલગ જગ્યાએથી યુરેનિયમ કેવી રીતે કાઢી શકાય. તે અંગેનું સંશોધન કરવા બદલ ભાવનગરની જાણીતી સંસ્થા સેન્ટરલ સોલ્ટનાં યુવા વૈજ્ઞાનિક ડો. શિલ્પી કુશવાહાને એવોર્ડ આપવામાં આવ્યો હતો.

તેઓ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાંથી રસાયણ શાસ્ત્રમાં પીએચડી થયા છે અને સેન્ટ્રલ સોલ્ટ દ્વારા તેમને પ્લેટફોર્મ પુરૂ પાડવામાં આવ્યું. વિશ્વ વ્યાપી વાર્ષિક ઉર્જા માંગમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે. જ્યાં પરમાણું ઉર્જા વચ્ર્યુઅલ રીતે કોઈ ગ્રીન હાઉસ ગેસ ઉત્સર્જન માટે, બઝલોડ વિજળી ઉત્પન્ન કરવા માટે ઉચ્ચ ક્ષમતા પરિપત્ર પ્રદાન કરે છે અને સ્વચ્છ ઉર્જા ઉત્પન્ન કરે છે. જ્યારે સંકળાયેલા જોખમોને લીધે પર્યાવરણવાદી દ્રષ્ટિકોણથી પરમાણું શક્તિનો ચહેરો સીધા નરકથી શૈતાનનાં હકુમત રીતે અંદાજવામાં આવે છે. યુરેનિયમનો વિજળી ઉત્પન્ન કરવા માટે ઉપયોગ થાય છે એક તેના સ્ત્રોત મર્યાદીત છે. ડો.કુશવાહાનું કાર્ય કાર્યાત્મક સામગ્રીનાં વિકાસ પર કેન્દ્રીત છે. જે ખાસ કરીને આવા પાતળા અને જટીલ સ્ત્રોતોમાંથી યુરેનિયમ પંસદ કરી શકે છે તેના ભાવિકાર્યમાં દરિયાઈ પાણી અને અન્ય સ્ત્રોતોમાંથી યુરેનિયમ સાથે અન્ય ઉર્જા ખનીજોની સહજીવત પ્રાપ્તિનો ઉપયોગ કરીને ખર્ચ ઘટાડાતી વખતે યુરેનિયમની કાર્યક્ષમતામાં સુધારો કરવા પર ભાર મુકાયો છે સેન્ટ્રલ સોલ્ટનાં ડાયરેકટર સહિતે ડો. કુશવાહાને શુભેચ્છા પાઠવી હતી.

Previous articleભાવનગરમાં GPSC અને UPSC સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શન અંગે સેમિનાર યોજાયો
Next articleસિહોરના અગિયાળી ગામે યુવતીને મરવા મજબૂર કરનાર આરોપીને 3 વર્ષની સજા અને 7 લાખનો દંડ ફટકારતી કોર્ટ