અત્યાર સુધી ખેડૂતનો નજીકનો મિત્ર તેના બળદ ગણાતા આવ્યા છે. એક સમય એવો હતો કે ખેડૂત બળદને ગાડા સાથે ખેતરમાં જોડી દે તો તે આપ મેળે ખેડૂતના ઘર સુધી આવી જતાં હતા.
બદલાતા સમય સાથે બળદ ગાડાની જગ્યા ટ્રેક્ટર જેવા સાધનોએ લીધી. એમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી ખેતરમાંથી ઘાસચારાને ઘર સુધી લાવાવા માટે ખેડૂત ડાલુ, લોડીંગ રીક્ષા કે પછી બાઇક પાછળ નાની ટ્રોલી લગાડી તેનો ઉપયોગ કરતો થયો. આ પધ્ધતિ આજે પણ મોટા ભાગના ખેડૂતો અપનાવી રહ્યા છે. પરંતુ જિલ્લાના વિજાપુર તરફના મુખ્ય હાઇવે પણ આવેલા ડાભલા અને વસઇ વચ્ચેના માર્ગ પર એક ખેડૂત પોતાની મોંઘી ગણાતી કારની ડેકીમાં ઘાસચારો ભર્યો એ તો ઠીક પણ તેની પાછળ બાઇક પાછળ લગાવાતું ડાલુ લગાડી તેમાં પણ ઘાસચારો લઇ જતાં નજરે પડ્યા હતા.